વળી સૌખ્યમય છે જેહ તે હું–એમ જ્ઞાની ચિંતવે. (૯૬)
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે જુએ જે સર્વ, તે હું–એમ જ્ઞાની ચિંતવે (૯૭)
પણ આવી નિજાત્મભાવનાથી પ્રગટે છે. સમ્યગ્દર્શન થયા પછી, તેમ જ સમ્યગ્દર્શન
કરવા માટે પણ આવી જ ભાવના અને આવું ચિંતન કર્તવ્ય છે. ‘સહજ શુદ્ધાત્માની
અનુભૂતિ એટલો જ હું છું, મારા સ્વસંવેદનમાં આવું છું એ જ હું છું–આવા સમ્યક્
ચિંતનમાં સહજ જ આનંદતરંગ ઊઠે છે ને રોમાંચ થાય છે...
નિર્વિકલ્પ– અનુભૂતિનો આનંદ નથી પણ સ્વભાવ તરફના ઉલ્લાસનો આનંદ છે, શાંત
પરિણામનો આનંદ છે; અને તેમાં સ્વભાવ તરફના અતિશય પ્રેમને લીધે રોમાંચ થાય
છે. રોમાંચ એટલે વિશેષ ઉલ્લાસ; સ્વભાવ તરફનો વિશેષ ઉત્સાહ; જેમ સંસારમાં
ભયનો કે આનંદનો કોઈ વિશિષ્ટ ખાસ પ્રસંગ બનતાં રોમરોમ ઉલ્લસી જાય છે તેને
રોમાંચ થયો કહેવાય, તેમ અહીં સ્વભાવના નિર્વિકલ્પ અનુભવના ખાસ પ્રસંગે ધર્મીને
આત્માના અસંખ્ય પ્રદેશે સ્વભાવના અપૂર્વ ઉલ્લાસનો રોમાંચ થાય છે. પછી
ચૈતન્યસ્વભાવના રસની ઉગ્રતા વડે એ વિચારો (વિકલ્પો) પણ છૂટી જાય ને પરિણામ
અંતર્મગ્ન થતાં કેવળ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે, એટલે કે બધા પરિણામ સ્વરૂપમાં
એકાગ્ર થઈને વર્તે, ઉપયોગ સ્વાનુભવમાં પ્રવર્તે, ત્યારે નિર્વિકલ્પ આનંદદશા
અનુભવાય છે. ત્યાં દર્શન–જ્ઞાન–ચારિત્ર સંબંધી કે નયપ્રમાણ વગેરે સંબંધી કોઈ વિચાર
હોતો નથી, સર્વે વિકલ્પો વિલય પામે છે. અહીં સ્વરૂપમાં જ વ્યાપ્ય–વ્યાપકતા છે એટલે
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે એકમેક–એકાકાર અભેદપણે અનુભવાય છે. અનુભવ કરનારી
પર્યાય સ્વરૂપમાં વ્યાપી ગઈ છે, જુદી રહેતી નથી. પરભાવો અનુભવથી બહાર રહી
ગયા પણ નિર્મળ પર્યાય તો અનુભૂતિમાં ભેગી ભળી ગઈ.
અતીન્દ્રિય નિર્વિકલ્પ–અનુભૂતિ થઈ, પરમ આનંદ થયો. આવી અનુભૂતિમાં પ્રતિક્રમણ,