Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 37

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ :
સામાયિક, પ્રત્યાખ્યાન વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. આ અનુભૂતિને જ જૈનશાસન
કહ્યું છે; એ જ વીતરાગમાર્ગ છે, એ જ જૈનધર્મ છે, એ જ શ્રુતનો સાર છે, સંતોની ને
આગમની એ જ આજ્ઞા છે. શુદ્ધાત્મ–અનુભૂતિનો અપાર મહિમા છે તે ક્્યાંસુધી કહીએ?
જાતે અનુભૂતિ કરે એને એની ખબર પડે.
આ કોની વાત છે? ગૃહસ્થ–સમકિતીની વાત છે. જે હજી ઘર–કુટુંબ–પરિવાર
વચ્ચે રહેલો છે, વેપાર ધંધા–રસોઈ વગેરેના ભાવ કરે છે ને અંદર એ બધાથી ભિન્ન
શુદ્ધાત્માને પણ જાણ્યો છે, તે જીવ ઉદ્યમ વડે બહારથી પરિણામને પાછા ખેંચીને,
ઉપયોગને નિજસ્વરૂપમાં જોડે છે ને નિર્વિકલ્પ અનુભવ કરે છે તેની આ વાત છે. આવો
અનુભવ ચારેગતિના જીવોને (તિર્યંચ અને નારકને પણ) થઈ શકે છે. પહેલાં જેણે
સાચો તત્ત્વનિર્ણય કર્યો હોય, વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઓળખાણ કરી હોય, નવ
તત્ત્વમાં વિપરીતતા દૂર કરી હોય, પર્યાયમાં આસ્રવ–બંધરૂપ વિકાર છે, શુદ્ધદ્રવ્યના
આશ્રયે એ ટળીને શુદ્ધાત્મઅનુભૂતિથી સંવર નિર્જરારૂપ શુદ્ધદશા પ્રગટે છે,–આમ
અનેકાન્તવડે દ્રવ્ય–પર્યાય બધા પડખાના જ્ઞાનપૂર્વક શુદ્ધ અનુભવ થાય છે. અન્ય લોકો
જે શુદ્ધ અનુભવની વાત કરે છે તેમાં અને જૈનના શુદ્ધ અનુભવમાં મોટો ફેર છે; અન્ય
લોકો તો, પર્યાયમાં અશુદ્ધતા હતી ને શુદ્ધતા થઈ એના સ્વીકાર વગર એકાન્ત શુદ્ધ–
શુદ્ધની વાત કરે છે પણ એવો (શુદ્ધ પર્યાય વિનાનો) શુદ્ધ અનુભવ હોય નહિ. જૈનનો
શુદ્ધ અનુભવ તો શુદ્ધપર્યાયના સ્વીકાર સહિત છે. પહેલાં અશુદ્ધતા હતી તે ટળીને
શુદ્ધપર્યાય થઈ તેને જો ન સ્વીકારે તો શુદ્ધતાનો અનુભવ કર્યો કોણે? ને એ અનુભવનું
ફળ શેમાં આવ્યું? દ્રવ્ય અને પર્યાય એ બંનેના સ્વીકારરૂપ અનેકાન્ત વગર અનુભવ,
અનુભવનું ફળ એ કાંઈ બની શકતું નથી. પર્યાય અંતર્મુખ થઈને જ્યારે શુદ્ધસ્વભાવનું
આરાધન–સેવન–ધ્યાન કરે ત્યારે જ શુદ્ધ અનુભવ થાય છે.
આ શુદ્ધ અનુભવ એટલે કે નિર્વિકલ્પ અનુભવ શું ચીજ છે ને કેવી એ અંતરદશા
છે! એ જિજ્ઞાસુએ લક્ષગત કરવા જેવું છે. અહા, નિર્વિકલ્પ અનુભવનું પૂરું કથન
કરવાની વાણીની તાકાત નથી; જ્ઞાનમાં એને જાણવાની તાકાત છે, અંદર વેદનમાં આવે
છે, પણ વાણીમાં એ પૂરું આવતું નથી; જ્ઞાનીની વાણીમાં એના માત્ર ઈશારા આવે છે.
અરે, જે વિકલ્પને પણ ગમ્ય થતો નથી એવો નિર્વિકલ્પ અનુભવ વાણીથી કઈ રીતે
ગમ્ય થાય? એ તો સ્વાનુભવગમ્ય છે.
એક સજ્જન સાકરનો મીઠો સ્વાદ લેતો હોય ત્યાં કોઈ બીજો માણસ
જિજ્ઞાસાપૂર્વક એ સાકર ખાનારને જુએ કે તેની પાસેથી સાકરના મીઠા સ્વાદનું વર્ણન
સાંભળે તેથી કાંઈ તેના મોઢામાં સાકરનો સ્વાદ આવી જાય નહિ; જાતે સાકરની કટકી
લઈને મોઢામાં