: શ્રાવણ : આત્મધર્મ : ૧૭ :
મૂકીને ઓગાળે ત્યારે જ તેને સાકરના મીઠા સ્વાદનો અનુભવ થાય છે; તેમ કોઈ
સજ્જન એટલે કે સંત ધર્માત્મા–સમ્યગ્દ્રષ્ટિ નિર્વિકલ્પ સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો
મીઠો સ્વાદ લેતા હોય, ત્યાં બીજા જીવો જિજ્ઞાસાપૂર્વક એ અનુભવી ધર્માત્માને દેખે ને
તેમની પાસેથી પ્રેમપૂર્વક એ અનુભવનું વર્ણન સાંભળે તેથી કાંઈ તેને નિર્વિકલ્પ
અનુભૂતિનો સ્વાદ આવી જાય નહિ, એ જીવ પોતે શુદ્ધાત્માને લક્ષમાં લઈ એને જ મુખ્ય
કરી જ્યારે અંતર્મુખ ઉપયોગવડે સ્વાનુભવ કરે ત્યારે જ તેને શુદ્ધાત્માના નિર્વિકલ્પ
અનુભવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ વેદનમાં આવે છે. આવો સ્વાનુભવ થતાં
સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે અહા, મારી વસ્તુ મને પ્રાપ્ત થઈ. મારામાં જ રહેલી મારી વસ્તુને
હું ભૂલી ગયો હતો તે ધર્માત્મા ગુરુઓના અનુગ્રહથી મને પ્રાપ્ત થઈ. પોતાની વસ્તુ
પોતામાં જ છે, એ નિજધ્યાનવડે પ્રાપ્ત થાય છે, બહારના કોઈ રાગાદિ ભાવ વડે તે પ્રાપ્ત
થતી નથી એટલે કે અનુભવમાં આવતી નથી. સવિકલ્પદ્વારવડે નિર્વિકલ્પમાં આવ્યો–
એમ ઉપચારથી કહેવાય છે. સ્વરૂપના અનુભવનો ઉદ્યમ કરતાં કરતાં પ્રથમ તેના
સવિકલ્પવિચારની ધારા ઉપડે છે, તેમાં સૂક્ષ્મ રાગ અને વિકલ્પો હોય છે, પણ તે રાગને
કે વિકલ્પને સાધન બનાવીને કાંઈ સ્વાનુભવમાં પહોંચાતું નથી, રાગને અને વિકલ્પોને
ઓળંગીને સીધો આત્મસ્વભાવને અવલંબીને તેને જ સાધન બનાવે ત્યારે જ આત્માનો
નિર્વિકલ્પસ્વાનુભવ થાય છે; ને ત્યારે જ જીવ કૃતકૃત્ય થાય છે. શાસ્ત્રોએ એનો અપાર
મહિમા ગાયો છે.
(સવિકલ્પમાંથી નિર્વિકલ્પઅનુભવ થવાની જે વાત કરી તે સંબંધમાં હવે
શાસ્ત્રાધાર આપીને સ્પષ્ટતા કરશે.) પં. ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ ઉપરના
પ્રવચનોમાંથી.
‘હું જ્ઞાતા છું–એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં,
રાગાદિનો કર્તા થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા
નથી. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને
પણ જાણે જ છે. તેને સ્વભાવસન્મુખ પરિણમનમાં શુદ્ધપર્યાય જ
થતી જાય છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે
આ તરફ હું જ્ઞાયક છું–મારો સર્વજ્ઞસ્વભાવ છે–તો સામે
જ્ઞેયવસ્તુની પર્યાય કમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ? પોતાના
જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની
વાત સીધીસટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાનસ્વભાવને ભૂલીને
વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ નથી.’