: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ :
સ્વાનુભવ તરફ ઢળતી વિચારધારા
સ્વાનુભવ એ જ આરાધનાનો ખરો સમય છે
તત્ત્વના અવલોકનકાળે સમય અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિમાર્ગથી અર્થાત્ નય–
પ્રમાણ વડે પહેલાં જાણે, ત્યારપછી આરાધનસમયે એટલે કે અનુભવનના કાળે તે
નય–પ્રમાણ નથી; કેમકે ત્યાં પ્રત્યક્ષઅનુભવ છે;–જેમ રત્નની ખરીદી વખતે તો
અનેક વિકલ્પ કરે છે, પણ તે પ્રત્યક્ષ પહેરીએ ત્યારે વિકલ્પ નથી.–પહેરવાનું સુખ
જ છે.–એમ નયચક્રગ્રંથમાં કહ્યું છે.
જુઓ, ચૈતન્યનો અનુભવ સમજાવવા માટે દાખલો પણ રત્નનો આપ્યો.
ઉત્તમવસ્તુ સમજાવવા માટે દ્રષ્ટાંત પણ ઉત્તમવસ્તુનું આપ્યું. રત્ન લેવા કોણ નીકળે?
કોઈ મામુલી માણસ રત્ન લેવા ન આવે પણ ઉત્તમ–પુણ્યવાન માણસ રત્ન ખરીદવા
આવે; એમ અહીં પણ જે ઉત્તમજીવ–આત્માર્થી જીવ ચૈતન્યના અનુભવરૂપ રત્ન લેવા
આવ્યો છે તેની વાત છે; એવા જીવને પહેલાં સવિકલ્પ વિચારધારામાં આત્માના
સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન હોય છે. જેમ રત્ન ખરીદનાર ખરીદતી વખતે તે સંબંધી
અનેક વિચાર કરે છે, રત્નની જાત કેવી, તેની ઝલક કેવી, તેજ કેવું, વજન કેટલું,
આકૃતિ કેવી, રંગ કેવો, કિંમત કેટલી, ડોકમાં પહેરવાથી તે કેવું શોભશે–ઈત્યાદિ અનેક
પ્રકારના વિકલ્પોથી ચારેપડખેથી રત્નનું સ્વરૂપ નક્કી કરે છે, અને પછી તે રત્નહારની
કિંમત ચૂકવી ખરીદીને જ્યારે ડોકમાં સાક્ષાત્ પહેરે ત્યારે તો હારની પ્રાપ્તિના સંતોષનું
સુખજ રહે છે, બીજા વિકલ્પો ત્યાં રહેતા નથી. તેમ ચૈતન્યરત્નની પ્રાપ્તિનો ઉદ્યમી જીવ
પહેલાં તો સવિકલ્પ વિચારથી અનેક પ્રકારે પોતાનું સ્વરૂપ ચિંતવે છે: મારો સ્વભાવ
દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ સિદ્ધસમાન છે, પર્યાયદ્રષ્ટિથી મારામાં મલિનતા છે; મોક્ષમાર્ગ નિશ્ચયથી
શુદ્ધસ્વભાવના જ આશ્રયે છે; રાગને જો મોક્ષનું કારણ માનીએ તો આસ્રવ અને સંવર
તત્ત્વો ભિન્ન ન રહે; ઉપયોગને અંતર્મુખ કરવાથી જ શુદ્ધાત્માની અનુભૂતિ થાય ને ત્યારે
જ આનંદનું વેદન પ્રગટે.–આમ અનેકપ્રકારે યુક્તિથી, નય–પ્રમાણ વગેરેથી નક્કી કરે.
આત્માનું સ્વરૂપ કેવું? તેની શક્તિઓ કેવી? તેનું કાર્ય કેવું? તેના પ્રદેશો કેવા? તેના
ભાવો કેવા? સ્વભાવભાવો કયા? વિકારી ભાવો ક્્યા? ઉપાદેયરૂપ શુદ્ધસ્વરૂપ કેવું?
તેના અનુભવનું સુખ કેવું? તેનો પ્રયત્ન કેવો?–એમ અનેક પ્રકારથી વિચારીને નક્કી
કરતી વખતે સાથે વિકલ્પ હોય છે; પણ પછી, બધાય પડખેથી સ્વરૂપ બરાબર નક્કી
કરીને, તેનો ઉત્કૃષ્ટ મહિમા લાવીને પ્રયત્નપૂર્વક જ્યારે ઉપયોગને અંતર્મુખ કરીને
આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે છે ત્યારે તો