: શ્રાવણ : આત્મધર્મ : ૧૯ :
એ અનુભવના આનંદનું જ વેદન રહે છે. ઉપરના વિકલ્પો ત્યાં હોતા નથી.–આ રીતે
સમ્યગ્દ્રષ્ટિને નિર્વિકલ્પ અનુભવ થાય છે. આવો અનુભવ કરવો એ જ આરાધનાનો
ખરો સમય છે; આવો અનુભવ એ જ સાચી આરાધના છે. પહેલાં વિચારદશામાં વિકલ્પ
હતો તેથી સવિકલ્પદ્વારા આ અનુભવ થયો–એમ કહ્યું, પરંતુ ખરેખર કાંઈ વિકલ્પદ્વારા
અનુભવ થયો નથી, વિકલ્પ તૂટયો ત્યારે સાક્ષાત્ અનુભવ થયો છે ને એ અનુભવને
‘પ્રત્યક્ષ’ કહ્યો છે. –‘पच्चक्खो अणुहवो जह्मा’ (પ્રવચનસાર ગાથા ૮૦ માં પણ
મોહક્ષયનો ઉપાય દર્શાવતાં આવી જ શૈલિનું વર્ણન કર્યું છે; ત્યાં પ્રથમ અરિહંતના દ્રવ્ય–
ગુણ–પર્યાયની ઓળખાણ દ્વારા પોતાનું સ્વરૂપ વિચારી, પછી સાક્ષાત્ અનુભવ કરે છે–
તે બતાવ્યું છે.)
‘વિચારમાં તો વિકલ્પ થાય છે’ એમ સમજી કોઈ જીવ વિચારધારા જ ન
ઉપાડે, તો કહે છે કે ભાઈ! વિચારમાં કાંઈ એકલા વિકલ્પ જ નથી; વિચારમાં ભેગું
જ્ઞાન પણ તત્ત્વનિર્ણયનું કામ કરે છે. એમાં જ્ઞાનની મુખ્યતા કર ને વિકલ્પને ગૌણ કર.
આમ સ્વરૂપનો અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનનું બળ વધતાં વિકલ્પ તૂટી જશે ને જ્ઞાન
રહી જશે, એટલે કે વિકલ્પથી છૂટું જ્ઞાન અંતરમાં વળીને સ્વાનુભવ કરશે. પણ જે જીવ
તત્ત્વનું અન્વેષણ જ કરતો નથી, આત્માની વિચારધારા જ જે ઉપાડતો નથી તેને તો
નિર્વિકલ્પ સ્વાનુભવ ક્્યાંથી થશે? માટે જે જિજ્ઞાસુ થઈને સ્વાનુભવ કરવા માંગે છે, તે
યથાર્થ તત્ત્વોનું અન્વેષણ કરીને તત્ત્વનિર્ણય કરે છે ને સ્વભાવ તરફની વિચારધારા
ઉપાડે છે, તે જીવ પોતાનું કાર્ય અધૂરૂં મુકશે નહીં; તે પુરુષાર્થવડે વિકલ્પ તોડીને,
સ્વરૂપમાં ઉપયોગ જોડીને નિર્વિકલ્પ સ્વાનુભવ કરશે જ. સ્વભાવના લક્ષે ઉદ્યમ ઉપાડયો
તે વિકલ્પમાં અટકશે નહિ, વિકલ્પમાં સંતોષ પામશે નહિ; એ તો સ્વાનુભવથી
કૃતકૃત્યદશા પ્રગટ કર્યે જ છૂટકો. માટે કહ્યું છે કે ‘કર વિચાર તો પામ.’
સ્વાનુભવનું વર્ણન આવતા અંકે
સુ.. . . .ખી
અહો! આત્મા આનંદસ્વભાવથી ભરેલો છે, આવા આત્માની સામે જુએ તો
દુઃખ છે જ ક્્યાં? આત્માના આશ્રયે ધર્માત્મા નિઃશંક સુખી છે કે ભલે દેહનું ગમે તેમ
થાઓ કે બ્રહ્માંડ આખું ગડગડી જાઓ, તોપણ તેનું દુઃખ મને નથી, મારી શાંતિ–મારો
આનંદ મારા આત્માના જ આશ્રયે છે. હું મારા આનંદસમુદ્રમાં ડુબકી મારીને લીન થયો
ત્યાં મારી શાંતિમાં વિઘ્ન કરનાર જગતમાં કોઈ નથી. આ રીતે ધર્માત્મા આત્માના
આશ્રયે સુખી છે.
(–સુખશક્તિના પ્રવચનમાંથી)