: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ :
ત....ત્ત્વ...ચ...ર્ચા
(૩)
(તત્ત્વરસિક જિજ્ઞાસુઓને પ્રિય, આત્મધર્મનો ચાલુ વિભાગ)
વિચાર તે મિથ્યાત્વ નથી
(૩૦) પ્રશ્ન: દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદના વિચારમાં પણ મિથ્યાત્વ છે–તે કઈ
રીતે?
ઉત્તર:– ભેદના વિચાર તે કાંઈ મિથ્યાત્વ નથી. એવા ભેદવિચાર તો
સમ્યગ્દ્રષ્ટિનેય હોય; પણ તે ભેદવિચારમાં જે રાગરૂપ વિકલ્પ છે તેને લાભનું કારણ
માનીને તેમાં એકત્વબુદ્ધિથી જે જીવ અટકે તેને મિથ્યાત્વ જાણવું, એકત્વબુદ્ધિ વગરના
ભેદવિકલ્પ તે મિથ્યાત્વ નથી, તે અસ્થિરતાનો રાગ છે.
સમ્યક્ત્વનો માર્ગ
(૩૧) પ્રશ્ન:– ગુણભેદના વિચારથી પણ મિથ્યાત્વ ન ટળે, તો મિથ્યાત્વને
ટાળવું કેમ?
ઉત્તર:– શુદ્ધઆત્મવસ્તુ કે જેમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ–તે શુદ્ધવસ્તુમાં
પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ભાઈ,
ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુમાં ક્્યાં છે?–નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીત
ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. વસ્તુમાં વિકલ્પ નથી. ને વિકલ્પમાં વસ્તુ
નથી; એમ બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પમાંથી ખસીને (છૂટી પડીને)
સ્વભાવમાં આવે ત્યાં મિથ્યાત્વ ટળી જાય છે.–આ મિથ્યાત્વ ટાળવાની રીત છે; એટલે કે
‘ઉપયોગ’ અને રાગાદિનું ભેદજ્ઞાન તે સમ્યક્ત્વનો માર્ગ છે. તે માટે, વિકલ્પ કરતાં
ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ.
આહારકશરીર
(૩૨) પ્રશ્ન:– જે મુનિ આહારકશરીર બાંધે તેને તે ઉદયમાં આવે જ–એવો
નિયમ છે?