: શ્રાવણ : આત્મધર્મ : ૨૧ :
ઉત્તર:– ના; કોઈ મુનિ આહારકશરીર–નામકર્મ બાંધે પણ તેના ઉદયનો એટલે કે
આહારક શરીરની રચનાનો પ્રસંગ કદી ન આવે, વચ્ચેથી જ તે પ્રકૃતિનો છેદ કરીને મોક્ષ
પામી જાય, પરંતુ તીર્થંકરનામકર્મમાં એવું ન બને, તીર્થંકરનામકર્મ તો જેને બંધાય તે
જીવને નિયમથી તે ઉદયમાં આવે જ.
આહારકશરીર–પ્રકૃતિ સાતમા કે આઠમા ગુણસ્થાને બંધાય છે ને છઠ્ઠા ગુણસ્થાને
ઉદયમાં આવે છે. કોઈ જીવ ક્ષપકશ્રેણી વખતે આહારકશરીર બાંધે ને સીધો કેવળજ્ઞાન
પામે, છઠ્ઠેસ્થાને પાછો આવે જ નહિ એટલે તેને આહારકશરીરની રચનાનો પ્રસંગ ન
આવે. છઠ્ઠા ગુણસ્થાને આહારકશરીરની રચનાવાળા મુનિવરો એક સાથે વધુમાં વધુ
(પ૪) ચોપન હોય છે.
નવતત્ત્વ અને શુદ્ધઆત્મા
(૩૩) પ્રશ્ન:– નવતત્ત્વોને જાણવા તે સમ્યગ્દર્શન છે, કે શુદ્ધ જીવને જાણવો તે
સમ્યગ્દર્શન છે?
ઉત્તર:– નવતત્ત્વોને યથાર્થપણે જાણતાં તેમાં શુદ્ધજીવનું જ્ઞાન પણ ભેગું આવી જ
જાય છે; ને શુદ્ધ જીવને જાણે તો તેને નવતત્ત્વનું પણ યથાર્થ જ્ઞાન જરૂર હોય છે.–આ
રીતે, નવતત્ત્વનું જ્ઞાન તે સમ્યક્ત્વ કહો કે શુદ્ધ જીવનું જ્ઞાન તે સમ્યક્ત્વ કહો,–તે બંને
ઉપર લક્ષ નથી હોતું, ત્યાં તો શુદ્ધ જીવ ઉપર જ ઉપયોગની મીટ હોય છે; ને ‘આ હું’
એવી જે નિર્વિકલ્પપ્રતીત છે તેના ધ્યેયભૂત એકલો શુદ્ધઆત્મા જ છે.
અનુભૂતિમાં મનનો સંબંધ નથી
(૩૪) પ્રશ્ન:– નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે એ વાત
કેટલા ટકા સાચી?
ઉત્તર:– સોએ સો ટકા સાચી; ત્યાં નિર્વિકલ્પતારૂપ જે પરિણમન છે તેમાં તો
મનનું અવલંબન જરા પણ નથી, તેમાં તો મનનો સંબંધ તદ્ન છૂટી ગયો છે; પણ તે
વખતે અબુદ્ધિપૂર્વક જે રાગપરિણમન બાકી છે તેમાં મનનો સંબંધ છે.
સમ્યગ્દર્શનની વિધિ
(૩પ) પ્રશ્ન:– નયપક્ષથી અતિક્રાન્ત, જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને તેની
પ્રતીત તે સમ્ય–