Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 37

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ :
ગ્દર્શન છે–એમ સમ્યગ્દર્શનની વિધિ તો આપે સમજાવી, પણ હવે તે વિધિને અમલમાં
કેમ મુકવી?–વિકલ્પમાંથી ગૂલાંટ મારીને નિર્વિકલ્પ કેવી રીતે થવું–તે સમજાવો.
ઉત્તર:– વિધિ યથાર્થ સમજાય તો પરિણતિ ગૂલાંટ માર્યા વગર રહે નહિ.
વિકલ્પજાત અને સ્વભાવજાત બંનેને ભિન્ન જાણતાંવેંત જ પરિણતિ વિકલ્પમાંથી છૂટી
પડીને સ્વભાવ સાથે તન્મય થાય છે. વિધિને સમ્યક્પણે જાણવાનો કાળ, ને પરિણતિનો
ગૂલાંટ મારવાનો કાળ,–બંને એક જ છે. વિધિ જાણે પછી એને શીખવવું ન પડે કે તું
આમ કર. જે વિધિ જાણી તે વિધિથી જ્ઞાન અંતરમાં ઢળે છે. સમ્યક્ત્વની વિધિને
જાણનારું જ્ઞાન પોતે કાંઈ રાગમાં તન્મય નથી, સ્વભાવમાં તન્મય છે,–અને એવું જ્ઞાન
જ સાચી વિધિને જાણે છે. રાગમાં તન્મય રહેલું જ્ઞાન સમ્યક્ત્વની સાચી વિધિને જાણતું
નથી.
દેવલોકના દેવો
(૩૬) પ્રશ્ન:– સર્વાર્થસિદ્ધિમાં કેટલા દેવો છે?
ઉત્તર:– સર્વાર્થસિદ્ધિવિમાન જંબુદ્વીપ જેવડું એક લાખ યોજન વિસ્તારવાળું છે;
તેમાં સંખ્યાતા દેવો છે. તે બધાય દેવો નિયમથી સમ્યગ્દ્રષ્ટિ અને એકાવતારી છે. એ
સિવાય નવગ્રૈવૈયક ઉપર નવઅનુદિશ તથા અપરાજિત વગેરે બીજા ચાર અનુત્તર
વિમાનો છે. તેમાં અસંખ્યાત દેવો છે ને તેઓ પણ બધાય નિયમથી સમ્યગ્દ્રષ્ટિ જ હોય
છે; મિથ્યાદ્રષ્ટિનો ત્યાં અભાવ છે. બારમાસ્વર્ગથી ઉપર, આનત–પ્રાનત સ્વર્ગથી
માંડીને નવમી ગ્રૈવેયક સુધીમાં જે અસંખ્ય દેવો છે તેમાં સમ્યગ્દ્રષ્ટિ ઝાઝા છે ને
મિથ્યાદ્રષ્ટિ થોડા છે.
આત્મદ્રવ્યની અચિંત્ય તાકાત
પ્રશ્ન:– સંખ્યા અપેક્ષાએ મોટામાં મોટું અનંત કોણ?
ઉત્તર:– કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદ સૌથી મહાન અનંત છે. અલોકાકાશના
પ્રદેશ વગેરે બીજા અનંત કરતાં એ અનંતગણું–એમ કહીને પણ તેનું માપ આપી શકાતું
નથી. આત્મદ્રવ્યની આ કોઈ અચિંત્ય તાકાત છે. જેમ વિકલ્પથી તેની તાકાતનો પાર
નથી પમાતો તેમ ગણીતથી પણ તેની તાકાતનો પાર નથી પમાતો.
ધર્મનો મર્મ
(૩૮) પ્રશ્ન:– ધર્મનો મર્મ શું છે?