તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૧૦: વીર સં. શ્રાવણ: August 1965
સિદ્ધપ્રભુ સાથે મિત્રતા
હે જીવ! તારે સંસારથી છૂટવું હોય ને સિદ્ધપદ પામવું હોય તો સિદ્ધપ્રભુ
સાથે મૈત્રી કર....સંસાર સાથે કિટ્ટિ કર ને સિદ્ધો સાથે બિલ્લી (મિત્રતા) કર.
સિદ્ધભગવાન સાથે મિત્રતા કેમ થાય? કે ‘જેવા આપ તેવો હું’ એમ સિદ્ધ
જેવા પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરતાં આત્માને સિદ્ધની મિત્રતા
થાય છે એટલે કે તે સિદ્ધપદનો સાધક થાય છે. સિદ્ધભગવંતો કહે છે કે જો તારે
મારી સાથે મિત્રતા કરવી હોય ને મારી પાસે સિદ્ધદશામાં આવવું હોય, તો તું
રાગની મૈત્રી છોડ; રાગ તો મારાથી વિરોધી છે, તેનો આદર કરીશ તો મારી
સાથે મિત્રતા નહિ થાય. મારી સાથે મિત્રતા કરવી હોય તો મારામાં ન હોય
એવા સમસ્ત પરભાવોની પ્રીતિ છોડીને તેની સાથે કિટ્ટા કર, તેની સાથે
આત્માનો સંબંધ તોડ, ને મારા જેવો તારો સ્વભાવ છે તેમાં સંબંધ જોડ....અરે
જીવ! સંસારનો પ્રેમ છોડીને હવે આ સિદ્ધપ્રભુ સાથે મિત્રતા કર. ધર્માત્મા કહે
છે કે અમે હવે સિદ્ધપ્રભુના મિત્ર થયા છીએ; સિદ્ધપ્રભુ જેવા અમારા સ્વભાવને
અનુભવમાં લઈને અમે હવે સિદ્ધપ્રભુ સાથે મિત્રતા બાંધી છે ને સમસ્ત
પરભાવો સાથેની મિત્રતા છોડી છે. હવે પરભાવોરૂપ સંસારને છોડીને અમે
અલ્પકાળમાં સિદ્ધ થશું, ને સિદ્ધાલયમાં જઈને અમારા મિત્રો સાથે
સાદિઅનંતકાળ રહેશું.
૨૬૨