Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page  


PDF/HTML Page 37 of 37

background image
ATMADHARMA Regd. No. 182
સ્વરૂપને સાધવાનો ઉત્સાહ
ચૈતન્યની વાત સાંભળતાં આત્માર્થીને
અંદરથી રોમ–રોમ ઉલ્લસી જાય.... અસંખ્યપ્રદેશ
ચમકી ઊઠે કે વાહ! મારા આત્માની આ અપૂર્વ
વાત મને સાંભળવા મળી, કદી નહોતું સાંભળ્‌યું
એવું મારું સ્વરૂપ આજ મારા સાંભળવામાં આવ્યું;
રાગથી જુદું જ સ્વરૂપ છે. આમ અંર્તસ્વભાવનો
ઉત્સાહ લાવીને અને બર્હિભાવોનો ઉત્સાહ
છોડીને જેણે સ્વભાવનું શ્રવણ કર્યું તેનો બેડો પાર!
એના ભાવમાં આંતરો પડી ગયો; સ્વભાવ અને
પરભાવ વચ્ચે જરાક તિરાડ પડી ગઈ, તે હવે
બંનેને જુદા અનુભવ્યે છૂટકો.
આવી અધ્યાત્મની વાત સંભળાવનારા
સંત–ગુરુ પણ મહા ભાગ્યથી મળે છે. એ સાંભળતાં
પ્રસન્નચિત્તથી–એટલે કે એના સિવાય બીજા
બધાયની પ્રીતિ છોડીને ‘મારે તો આવું નિજસ્વરૂપ
સમજવું છે, આનો જ અનુભવ કરવો છે’ એવી
ઊંડી ઉત્કંઠા જગાડીને, ઉપયોગને જરાક તે તરફ
થંભાવીને, જે જીવે સાંભળ્‌યું તે જીવ સ્વરૂપને
સાધવાના ઉત્સાહમાં આગળ વધીને જરૂર
સ્વાનુભવ કરશે.
ધન્ય છે તે અધ્યાત્મરસિક જીવને.