Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 37

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૩૩ :
વૈ...રા...ગ્ય...સ...મા...ચા...ર
* અમરેલીના ભાઈશ્રી રામજી હંસરાજ
કામાણી તા. ૨૭–૬–૬પ ના રોજ મુંબઈ
મુકામે ૭૭ વર્ષની વયે લકવાની બિમારીથી
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ પ્રસિદ્ધ
ઉધોગપતિ હતા; મુંબઈ, અમરેલી તથા
સોનગઢમાં તેમણે અનેકવાર પૂ. ગુરુદેવનો
લાભ લીધો હતો, ને ગુરુદેવ પ્રત્યે તેઓ
પ્રેમ ધરાવતા હતા, તેમના કુટુંબના અનેક
સભ્યો પણ ગુરુદેવ પ્રત્યે પ્રેમ ધરાવે છે.
સાચા દેવ–ગુરુ–ધર્મનું શરણ પામીને તેઓ
આત્મહિત પામે એમ ઈચ્છીએ છીએ.
* જેતપુરના ભાઈશ્રી ધીરજલાલ
ભાઈચંદ દેસાઈ તા. ૯–૭–૬પ ના રોજ
હૃદયની બિમારીથી મુંબઈમાં સ્વર્ગવાસ
પામ્યા. પૂ. ગુરુદેવના સત્સંગનો તેઓ
સમજવાનો તેમને ઘણો પ્રેમ હતો. જેતપુર
વગેરે જિનમંદિરમાં પણ તેઓએ ઉત્સાહથી
મહત્વનો ભાગ લીધો હતો. ધર્મસંસ્કારોમાં
આગળ વધીને તેઓ આત્મહિત પામે એ
જ ભાવના.
* સૌ શ્રી મંજુલાબેન (તે
મોરબીના મોહનલાલ વાઘજીભાઈનાં
બહેન) તા. ૨૩–૭–૬પ ના રોજ મુંબઈમાં
સ્વર્ગવાસ પામ્યા છે. તેમને ગુરુદેવ પ્રત્યે
ભક્તિભાવ અને તત્ત્વનો પ્રેમ હતો.
અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા.
તેઓ ધર્મસંસ્કારમાં આગળ વધીને
આત્મહિત પામે–એ જ ભાવના.
* વઢવાણના ભાઈશ્રી ડો.
મનસુખલાલ ટી શાહ તા. ૩૦–૭–૬પ ના
રોજ નૈરોબી (આફ્રિકા) માં હૃદય બંધ
પડી જવાથી સ્વર્ગવાસ પામ્યા છે.
પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ
હતો અને પૂ ગુરુદેવને બે વખત આંખના
મોતિયાના ઓપરેશન વખતે પોતે જાતે
સોનગઢ હાજર રહી ગુરુદેવની ઘણી સેવા
કરી હતી, તેઓ શાંત ને ભદ્રિક હતા.
સામાજિક સેવાના કાર્યમાંથી નિવૃત્તિ
મળતાં સત્સંગનો લાભ લેવા સોનગઢ
આવવાની તેમની ભાવના હતી....પણ
સત્સંગનો એ સુઅવસર આવતા પહેલાં
અચાનક તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
તેમનો આત્મા વીતરાગી દેવ–ગુરુનો
સત્સંગ પામીને આત્મહિત સાધે એ જ
ભાવના. આત્મહિતના કાર્યમાં જીવે કોઈ
પણ બહાને પ્રમાદ કરવા જેવું નથી.
દસલક્ષણી–પર્યુષણપર્વ તથા ખાસ
પ્રવચનના દિવસો
શ્રી દસલક્ષણી પર્યુષણપર્વ ભાદરવા
સુદ પાંચમથી ભાદરવા સુદ ૧૪ સુધી (તા.
૩૧–૮–૬પને મંગળવારથી તા. ૯–૯–૬પ
ને ગુરુવાર સુધી) ઉજવાશે. દરમિયાન
દસલક્ષણ ધર્મોનું પૂજન તથા
દશલક્ષણધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ
પ્રવચનો થશે. ત્યાર પહેલાં રાબેતા મુજબ
ખાસ પ્રવચનો શ્રાવણ વદ ૧૧ ને સોમવાર
તા. ૨૩–૮–૬પથી ભાદરવા સુદ ૪ ને
સોમવાર તા. ૩૦–૮–૬પ સુધી ચાલશે.
જૈન અતિથિ સેવા સમિતિની
વાર્ષિક જનરલ મિટિંગ સોનગઢમાં
ભાદરવા સુદ બીજ ને મંગલવાર તા. ૮–
૯–૬પ ના રોજ મળશે. તો સૌને હાજર
રહેવા વિનંતિ છે.
–મલુકચંદ છોટાલાલ