રત્નત્રયની આરાધનાનું પર્વ
પર્યુષણપર્વ એટલે રત્નત્રયની આરાધનાનું પર્વ. અહા,
રત્નત્રયની આરાધના... જેનું નામ સાંભળતાં પણ દરેક જૈનનું હૃદય
ભક્તિથી ઉલ્લસિત થઈ જાય છે. ઉત્તમક્ષમાદિ દશધર્મોની ઉપાસના
પણ રત્નત્રયની આરાધનામાં સમાઈ જાય છે. આવા રત્નત્રયની
પૂર્ણ આરાધના એ આપણું ઉત્તમ ધ્યેય છે. એ ધ્યેયને જેઓ સાધી
રહ્યા છે એવા રત્નત્રયધારી મહાત્માઓના મહિમાની તો શી વાત!
એ રત્નત્રયધર્મનું ખરું સ્વરૂપ ઓળખીને, અને એ રત્નત્રયધારી
સંતોને ઓળખીને, તેની ભાવનાપૂર્વક તેમના પ્રત્યે પરમ ભક્તિ–
બહુમાન–પૂજનાદિરૂપે પ્રવર્તતું તે પણ રત્નત્રયથી ઉપાસનાનો એક
પ્રકાર છે, તેમાં રત્નત્રયધર્મને આરાધવાની પોતાની ભાવના
પોસાય છે. રત્નત્રયની જયમાલા દ્વારા પણ એ જ ભાવના
ભાવવામાં આવે છે.
ચહુંગતિ–ફણિવિષહરન–મણિ દુઃખપાવક જલધાર,
શિવસુખસુધા–સરોવરી સમ્યક્ત્રયી નિહાર.
(ચારગતિરૂપ જે ફણિધર તેના વિષને હરનાર મણિસમાન, દુઃખરૂપ–
અગ્નિને બુઝાવવામાં જળધારાસમાન અને મોક્ષસુખરૂપી અમૃતનું સરોવર એવા
આ સમ્યક્રત્નત્રયને ઓળખીને હે જીવ! એની તું આરાધના કર.)
જાપે ધ્યાન સુથિર બન આવે તાકે કરમ બંધ કટ જાવે;
તાસોં શિવતિય પ્રીતિ બઢાવે જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
તાકો ચહુંગતિકે દુઃખ નાંહી, સો ન પરે ભવસાગરમાંહી;
જન્મ–જરા–મૃતુ દોષ મિટાવે, જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
સોઈ દસલક્ષણકો સાધે, સો સોલહકારણ આરાધે;
સો પરમાતમ પદ ઉપજાવે, જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
સોઈ શક્ર–ચક્રીપદ લેઈ, તીનલોકકે સુખ વિલસેઈ,
સો રાગાદિક ભાવ બહાવે, જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.
સોઈ લોકાલોક નિહારે, પરમાનંદદશા વિસ્તારે;
આપ તિરે ઔરન તિરવાવૈં; જો સમ્યક્રત્નત્રય ધ્યાવે.