: ૪ : આત્મધર્મ : ભાદરવો :
સ્વામી થયો ને કર્મબંધનથી છૂટવા માંગે છે, ત્યાં તે કર્મો એની મેળે ઉદયમાં આવીને
ખરવા માંડયા, તો ધર્મી પોતાના સ્વભાવમાં રહીને તે કર્મોને નિર્જરાવી નાંખે છે ને
કર્મમુક્ત થાય છે. પ્રતિકૂળતા પ્રસંગે ધર્મી ઘેરાતા તો નથી પણ ઊલટું પ્રયત્નની ઉગ્રતા
વડે વિશેષ નિર્જરા કરે છે. અરે, મારા સ્વભાવમાં પ્રતિકૂળતા કેવી? અજ્ઞાની તો
પ્રતિકૂળતા દેખીને સ્વભાવને ભૂલી જાય છે ને રોતલ થઈને બેસે છે; પણ ધર્મી તો સામો
પડકાર કરીને, સ્વભાવની શૂરવીરતાવડે કર્મોને તોડી નાંખે છે. જ્ઞાની શૂરવીર હોય છે,
તે સ્વભાવના ધૈર્યને છોડતા નથી.
અરે, પ્રતિકૂળતા ઘણી આવી–શું કરવું? તો કહે છે કે એના તરફથી લક્ષ ફેરવીને,
આ સ્વભાવ તરફ લક્ષ જોડ. સ્વભાવની ગૂફામાં ગરી જા....તેમાં પરમ શાંતિ છે.
પ્રતિકૂળતાની સામે જોઈને બેસી રહીશ તો ખેદ થશે, પણ સ્વભાવની સામે લક્ષ કરતાં
ગમે તેવી પ્રતિકૂળતામાંય ધૈર્ય ને શાંતિ રહેશે. માટે હે મુમુક્ષુ! તું સદૈવ તારા
પરમાત્મતત્ત્વની ભાવનામાં તત્પર રહે.
સાચી કમાણી
દયા–દાન–પૂજા–શીલ પૂંજી સો અજાનપને,
જિતનો હંસ તું અનાદિ કાલમેં કમાયેગો;
તેરે બિન વિવેકકી કમાઈ રહે ન હાથ,
ભેદજ્ઞાન વિના એક સમયમેં ગમાયગો.
અમલ અખંડિત સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ,
યાકે વણજમાંહી એક સમય જો રમાયગો;
મેરી સમઝ માન જીવ આપને પ્રતાપ આપ,
એક સમયકી કમાઈ તું અનંતકાળ ખાયગો.
હે જીવ! હે ચૈતન્ય હંસલા! અજ્ઞાનભાવે અનાદિકાળથી તું દયા–દાન–પૂજા–શીલ
વગેરેની જે પૂંજી કમાઈશ તે વિવેક વગરની પૂંજી તારા હાથમાં નહિ રહે; ભેદજ્ઞાન વગર
એક ક્ષણમાં તે બધી કમાણી તું ગૂમાવી દઈશ.
અને, જો તું તારા અમલ–અખંડ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપના વેપારમાં તારો ઉપયોગ
એક સમય પણ રમાવીશ, તો તેના પ્રતાપથી એક સમયમાં એટલી કમાણી થશે કે અનંત
કાળ સુધી ખાઈશ છતાં તે નહિ ખૂટે. માટે તું મારી શિખામણ માન, ને ચિદાનંદસ્વરૂપમાં
તારા ઉપયોગને જોડ.