: ૧૦ : આત્મધર્મ : આસો :
ચોથા ગુણસ્થાને સ્વાનુભવ લાંબા કાળના અંતરે થવાનું કહ્યું અને ઉપરના
ગુણસ્થાને તે શીઘ્ર શીઘ્ર થવાનું કહ્યું; આ રીતે ગુણસ્થાન–અનુસાર માત્ર કાળના
અંતરની જ અનુભવમાં વિશેષતા છે કે બીજી કોઈ વિશેષતા છે? તો કહે છે કે
પરિણામોની લીનતામાં પણ વિશેષતા છે. સ્વાનુભવની જાત તો બધા ગુણસ્થાનોમાં
એક છે, ચૈતન્યસ્વભાવમાં જ બધાયનો ઉપયોગ લાગેલો છે પણ તેમાં પરિણામની
મગ્નતા ગુણસ્થાનઅનુસાર વધતી જાય છે. સાતમા ગુણસ્થાને સ્વાનુભવમાં જેવી
લીનતા છે તેવી તીવ્ર લીનતા ચોથા ગુણસ્થાને નથી; એ રીતે નિર્વિકલ્પતા બંનેને હોવા
છતાં પરિણામની મગ્નતામાં વિશેષતા છે. જેમ કોઈ બે પુરુષો સમાનક્રિયા કરતા હોય,–
ભગવાનનું નામ લેતા હોય, સ્નાન કરતા હોય કે ભોજનાદિ કરતા હોય, બંનેના
પરિણામ તેમાં લાગેલા હોય છતાં પરિણામની એકાગ્રતામાં બંનેને ફેર હોય છે, કોઈના
પરિણામ તેમાં મંદપણે લાગેલા હોય ને કોઈના તીવ્રપણે લાગેલા હોય; ત્યાં બંનેનો
ઉપયોગ તો એક જ કાર્યમાં લાગેલો છે પણ એકના પરિણામ તે કાર્યમાં મંદપણે વર્તે છે
ને બીજાના પરિણામ તેમાં તીવ્રપણે વર્તે છે; તેમ ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય ને
સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય,–ત્યાં તે બંનેનો ઉપયોગ તો આત્માને વિષે
અનુભવમાં જ લાગેલો છે, પરંતુ ચોથા કરતાં સાતમા ગુણસ્થાને સ્વરૂપમાં પરિણામની
મગ્નતા ઘણી છે; અંદર અબુદ્ધિપૂર્વકનો રાગ ઘણો મંદ છે. ચોથા ગુણસ્થાને સ્વાનુભવ
વખતે પણ અંદર અબુદ્ધિપૂર્વક (ભલે મંદ) ત્રણ કષાય ચોકડી વિદ્યમાન છે, અને
સાતમા ગુણસ્થાને માત્ર એક સંજ્વલન કષાયચોકડી જ બાકી છે. સ્વાનુભવમાં
પરિણામોની લીનતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કષાયોનો અભાવ થતો જાય છે.
આ પ્રકારે સ્વાનુભવની ગુણસ્થાનઅનુસાર વિશેષતા જાણવી. જેમ જેમ
ગુણસ્થાન વધતું જાય તેમ તેમ કષાયો ઘટતા જાય ને સ્વરૂપમાં લીનતા વધતી જાય.
ધર્મીને ગુણસ્થાન અનુસાર જેટલી શુદ્ધી થઈને જેટલી વીતરાગતા થઈ તેટલી શુદ્ધી ને
વીતરાગતા તો પર તરફના ઉપયોગ વખતે પણ ટકી રહે છે ને તેટલું તો બંધન તેને થતું
જ નથી. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પધ્યાનમાં હોય તોપણ ત્યાં અનંતાનુબંધી સિવાયના
ત્રણે કષાયનું અસ્તિત્વ છે, ને છઠ્ઠા ગુણસ્થાને શુભવિકલ્પમાં વર્તતા હોય તોપણ ત્યાં
અપ્રત્યાખ્યાનાવરણ કે પ્રત્યાખ્યાનાવરણ કષાય નથી, માત્ર સંજ્વલન કષાય છે; એટલે
સ્વાનુભૂતિમાં ન હોય તેથી તેને બીજા કરતાં વધુ કષાયો હોય–એમ નથી. પણ એટલું
ખરું કે એક જ ભૂમિકાવાળો જીવ તે સવિકલ્પદશામાં હોય તેના કરતાં નિર્વિકલ્પદશા
વખતે તેને કષાયો ઘણા જ મંદ થઈ જાય છે. ચોથાગુણસ્થાને સ્ત્રીપુત્રાદિવાળા શ્રાવકને,
અરે! આઠ વર્ષની બાલિકાને કે તીર્યંચને પણ એ નિર્વિકલ્પદશા વખતે બુદ્ધિપૂર્વકના
બધા રાગદ્વેષ છૂટી ગયા હોય છે, માત્ર ચૈતન્યગોળો–આનંદના સાગરથી ઊલ્લસતો–
દેહથી