Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 41

background image
: ૧૪ : આત્મધર્મ : આસો :
ભ્રમણા છે ને તે ભ્રમણનું કારણ છે. એ ભ્રમણા છોડ....ને અમે દેહથી ભિન્ન જે પરમાત્મ
તત્ત્વ વારંવાર બતાવ્યું તેને ઓળખીને તેની ભાવના કર. તે ભાવના ભ્રમણ ટાળીને
સિદ્ધપદનું કારણ છે.
અહા, જેની ભાવનાનું આવું ઈષ્ટ ફળ, તે તત્ત્વની ભાવના કોણ ન ભાવે? સર્વ
જીવોએ સદાકાળ સર્વ પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વની ભાવના કરવા જેવી છે. એ જ સર્વ
શાસ્ત્રોનું તાત્પર્ય છે.
કેવળજ્ઞાનને પ્રાપ્ત ભગવાનનો જય હો–એવા મંગલઆશીર્વાદરૂપ નમસ્કારપૂર્વક
શાસ્ત્ર સમાપ્ત કરે છે. –
(માલિની)
परमपयगयाणं भासओ दिव्वकाओ मणसि मुणिवराणं मुक्खदो दिव्वजोओ।
विसयसुहरयाणं दुल्लहो जो हु लोए जयउ सिवसरुवो केवलो को वि बोहो।। २१४।।
સંતો પોતે આવા પરમાત્મપદને સાધી રહ્યા છે, તેની ઉત્કૃષ્ટ ભક્તિથી કહે છે કે
અહો આવું પરમાત્મપદ જેમણે પ્રગટ કર્યું એવા પરમાત્મા જયવંત વર્તો....વૃદ્ધિગત
હોય.....એટલે અમારે પણ સાધકભાવની વૃદ્ધિ થઈને આવું પરમાત્મપદ પ્રગટ હો.
ભગવાનનો આત્મા તો સ્વચ્છ સ્વપરપ્રકાશી થઈ ગયો ને તેમનો દેહ પણ
પરમ– ઔદારિક એવો સ્વચ્છ દિવ્ય થઈ ગયો કે જેમાં રોગાદિ ન હોય; હજારો સૂર્ય
જેવા તેજસ્વી એ દેહમાં જોનારને પોતાના આગલા પાછલા સાત ભવ દેખાય.
(ભવિષ્યના ભવ હોય તો દેખાય) સંતધર્માત્માઓ અને મુનિવરો અંતરમાં પોતાના
આવા પરમતત્ત્વ સ્વરૂપને ધ્યાનવડે દેખે છે. પરમૌદારિક દેહથી પણ આત્મા ભિન્ન છે.
આવું પરમચૈતન્ય તત્ત્વ મોક્ષનું દેનાર છે. નિમિત્તપણે અર્હંતપરમાત્મા પણ મોક્ષના
દેનાર છે. કેવલ જ્ઞાનસ્વભાવી આ અતીન્દ્રિય પરમાત્મપદ, તેને ઈંદ્રિયવિષયોમાં લુબ્ધ
જીવો પામી શકતા નથી. ઈંદ્રિયસુખો તો અતીન્દ્રિયસુખથી વિપરીત છે, એ બંનેની રુચિ
એક સાથે હોઈ શકે નહિ. જગતના જીવો વિષયોમાં લુબ્ધ છે તેમને આ
પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. અંતરમાં ધ્યાનવડે જેઓ આવા પરમાત્મપદને પામ્યા
તે પરમાત્માનો જય હો.
પરમાત્મતત્ત્વ તે અંતર્મુખ અવલોકનનો વિષય છે, તે બાહ્યવિષયો તરફના
વલણથી અનુભવમાં આવે નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી પણ છેલ્લે કહે છે કે–
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંર્તમુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.