: ૩૬ : આત્મધર્મ : આસો :
ભાદરવા સુદ ત્રીજે જૈનવિદ્યાર્થીગૃહના વિદ્યાર્થીઓ દ્વારા
શ્રીકંઠવૈરાગ્ય અર્થાત્ ‘ચલો નંદીશ્વર’ નું નાટક થયું હતું.
ઈંદોરના પં. શ્રી બંસીધરજી શાસ્ત્રી હમણાં પોતાની સ્વયં
પ્રેરણાથી સોનગઢ આવીને રહ્યા ને ત્રણ મહિના સુધી
પૂજન–પ્રવચન–ભક્તિ–શિક્ષણવર્ગ વગેરે બધા કાર્યક્રમોમાં
નિયમિત ભાગ લીધો; અહીંના વાતાવરણથી ખૂબ પ્રભાવિત
થયા, અને જતી વખતે લાગણીપૂર્વક ગુરુદેવનો ઘણો મહિમા
કર્યો. અત્રે લક્ષમાં રહે કે જયપુરમાં થયેલી વિદ્વાનોની
તત્ત્વચર્ચામાં બંને પક્ષ તરફથી તેઓ મધ્યસ્થી તરીકે હતા.
દશલક્ષણીપર્યુષણ દરમિયાન વાંચનકાર ભાઈને મોકલવા
માટે અનેક શહેરોના મુમુક્ષુમંડળની માંગણી આવી હતી, તે
અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઈ, જયપુર, ઈન્દોર,
અમદાવાદ, ઘાટકોપર, દમોહ, વિદિશા, ખંડવા, ખતૌલી,
મલકાપુર, મહિદપુર, રાધૌગઢ, ગુના કોટા, ઉદેપુર,
પ્રતાપગઢ, મૈનપુર, સાગર, રાજકોટ, જલગાંવ, ચિખલી,
ખંડેરી, વગેરે ગામોમાં સોનગઢ તરફથી વાંચનકાર
વિદ્વાનભાઈઓને મોકલવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો;
આ ઉપરાંત મોમ્બાસા, મોશી, એડન, નૈરોબી, અશોકનગર,
ઉજ્જૈન, એમ્માદપુર, બડોત, સહારનપુર, બડનગર, મંદસૌર,
ભોપાલ વગેરે અનેક સ્થળે પણ મુમુક્ષુમંડળ તરફથી
ઉત્સાહપૂર્વક પર્યુષણપર્વ ઉજવાયાના સમાચાર આવેલ છે.
દરેક ઠેકાણે મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ સાંભળવા આવતા
ને સારી પ્રભાવના થઈ હતી. ગુરુદેવની અધ્યાત્મિક
હાકલથી હવે જૈનસમાજ જાગ્યો છે, ને દિનેદિને પ્રભાવના
વધતી જાય છે.
તીર્થંકરો અને મુનિઓની તો શી વાત!–તેઓનું તો જીવન
સ્વાનુભવ વડે અધ્યાત્મરસથી ઓતપ્રોત બનેલું છે; તે
ઉપરાંત જૈન શાસનમાં અનેક ધર્માત્મા–શ્રાવકો પણ એવા
પાક્યા છે કે જેમનું અધ્યાત્મજીવન અને અધ્યાત્મવાણી
અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે.
અધ્યાત્મરસ એ જગતના બધા રસો કરતાં સર્વોત્કૃષ્ટ છે.