Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 41

background image
: આસો : આત્મધર્મ : ૩પ :
શ્રાવણ–ભાદરવામાસ દરમિયાન પદ્મનંદીપચ્ચીસીના
દેશવ્રતોદ્યોતન–અધિકાર ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થયા;
આ પ્રવચનો છપાવીને પ્રસિદ્ધ કરાવવાનું અને માત્ર પચીસપૈસાની
કિંમત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, આત્મધર્મના ગ્રાહકોને
ભેટ આપવામાં આવશે.
બપોરે કળશટીકા ઉપર અદ્ભુત આત્મસ્પર્શી પ્રવચનો ચાલે
છે. દસલક્ષણપર્વ દરમિયાન દશધર્મોનું વર્ણન
પદ્મનંદીપચ્ચીસીમાંથી વાંચવામાં આવ્યું હતું.
શ્રાવણ વદ બીજે પૂ. બેનશ્રી ચંપાબેનનો મંગલ જન્મદિવસ
આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. તે દિવસે સભામાં પૂ. ગુરુદેવના
શ્રીમુખેથી હાર્દિક પ્રમોદભર્યા ઉદ્ગારો સાંભળીને સમસ્ત
સભાજનોને ઘણો હર્ષ થયો હતો; તે પ્રસંગ સુવર્ણના ઈતિહાસમાં
ચિરસ્મરણીય રહેશે.
રાત્રે તત્ત્વચર્ચા સુંદર ચાલી રહી છે. હાલમાં પ્રવચનમાં સવારે
પરમાત્મપ્રકાશ વંચાતું હતું તે ભાદરવા વદ છઠ્ઠે પૂર્ણ થયું છે ને
ભાદરવા વદ સાતમથી ફરીને તે જ શાસ્ત્ર શરૂ થયું છે.
પરમાત્મપ્રકાશ એ અધ્યાત્મભાવનાનો ગ્રંથ હોવાથી ફરી ફરીને
તેનું શ્રવણ આત્મભાવનાને પ્રોત્સાહન આપે છે. બપોરે પ્રવચનમાં
સમયસાર–કળશટીકા વંચાય છે. ભાદરવા સુદ ચોથે બોટાદના
ભાઈશ્રી પ્રાણલાલ મગનલાલ શાહે પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી.
સોનગઢમાં ભાદરવા સુદ પાંચમે દશલક્ષણીયર્યુષણના
ઉપલક્ષમાં જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી; રથયાત્રા ગામમાં
ફરીને સ્વાધ્યાયમંદિરના ચોગાનમાં આવી હતી ને ત્યાં
અભિષેકપૂજન થયા હતા. ભાદરવા સુદ પૂર્ણિમાએ જિનવાણીની
રથયાત્રા નીકળી હતી, તથા દશલક્ષણની પૂર્ણતાના ઉપલક્ષમાં
ભાદરવા વદ એકમે જિનેન્દ્રઅભિષેક થયો હતો.