: ૩૪ : આત્મધર્મ : આસો :
જિજ્ઞાસુઓને ઉપયોગી સાહિત્ય
સમ્યગ્દર્શન: પુસ્તક પહેલું–બીજું ત્રીજું :
ત્રણ પુસ્તકોના સેટની કિંમત લગભગ ૬
રૂા. થતી હોવા છતાં, પ્રકાશકોની
સાહિત્યપ્રચારની ભાવનાથી માત્ર બે રૂા.
ની કિંમતમાં ત્રણે પુસ્તકો આપવામાં
આવે છે. પહેલો ભાગ ઘણા વખતથી
મળતો ન હતો, તેની બીજી આવૃત્તિ
છપાયેલ છે. પહેલો ભાગ પ૦ પૈસા,
બીજો ભાગ ૧ રૂપિયો; ત્રીજો ભાગ પ૦
પૈસા. દરેક પુસ્તકમાં સમ્યગ્દર્શનસંબંધી
નિર્વિકલ્પ લેખોનો સંગ્રહ છે. ગુરુદેવની
વાણીમાંથી તેમજ શાસ્ત્રોમાંથી
જિજ્ઞાસુઓને ઉપયોગી વિષયોનું સંકલન
કરવામાં આવ્યું છે; પ્રાથમિક
જિજ્ઞાસુઓને તેમજ અભ્યાસી
જિજ્ઞાસુઓને સૌને સમ્યક્ત્વની ભાવના
માટે ખાસ ઉપયોગી છે.
અધ્યાત્મસન્દેશ:– ત્રણ ચિઠ્ઠી ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોનું સુંદર સંકલન:
(લેખક–બ્ર. હરિલાલ જૈન) સ્વાનુભવનો પરમ મહિમા સમજાવીને, અને સ્વાનુભવી
ધર્માત્માની દશા કેવી હોય તે અનેક પ્રકારથી ઓળખાવીને, સ્વાનુભવ માટેનું પ્રોત્સાહન
આપતું આ પુસ્તક જિજ્ઞાસુને અધ્યાત્મરસના મધુર ઘૂંટડા પીવડાવે છે. ને સ્વાનુભવના
વિષયને ઘણો સ્પષ્ટ કરે છે. ગુરુદેવને આ પ્રવચનો ઘણા પ્રિય છે. અધ્યાત્મસાહિત્યમાં
ઉચ્ચ સ્થાન ધરાવે એવું આ પુસ્તક છે. કિંમત ૨–૦૦ બે રૂપિયા (આત્મધર્મના ગ્રાહકોને
ભેટ)
રત્નસંગ્રહ:– આત્માર્થીતા અને વૈરાગ્યનું પોષણ કરનાર
વિધવિધ ૧૦૦ લેખોનો સંગ્રહ કિંમત રૂા. ૧–૦૦
શ્રાવકધર્મપ્રકાશ: ગુરુદેવના ખાસ પ્રવચનો.....તુરતમાં તૈયાર થાય છે.