: આસો : આત્મધર્મ : ૩૩ :
બીજી ગમે તેટલી કળા જીવ શીખે પરંતુ આત્માના સ્વાનુભવની કળા
જ્યાં સુધી ન શીખે ત્યાંસુધી તે ભવસમુદ્રને તરી શકતો નથી; સ્વાનુભવ
એ જ ભવસમુદ્રને તરવાની કળા છે. એ કળાને જે નથી જાણતો તે બીજી
અનેક કળા જાણતો હોય તોપણ સંસારસમુદ્રમાં ડૂબે છે; અને જેણે એક
સ્વાનુભવકળા જાણી તે જીવ ભલે કદાચ બીજી એક્કેય કળા જાણતો ન
હોય તોપણ સંસારસમુદ્રને તરી જાય છે. માટે સન્તોનો ઉપદેશ છે કે હે
જીવો! જો તમે આ દુઃખમય સંસારસમુદ્રને તરવા ચાહતા હો તો બીજી
બધી કળાનું મહત્વ છોડીને આ સ્વાનુભવ–કળાનું મહત્વ સમજો ને તેનો
ઉદ્યમ કરો. સ્વાનુભવકળાની આ વાત સ્પષ્ટ સમજાવવા અહીં એક ચિત્ર
આપ્યું છે; તે સંબંધી વિગતવાર પ્રવચનદ્વારા ભવસમુદ્રને તરવાની
કળાનું સ્વરૂપ સમજવા આગામી અંક વાંચશોજી.
આપનું લવાજમ આસો વદી ૦) પુરૂ થાય છે. જો આપે હજું લવાજમ
ન મોકલ્યું હોય તો આપના ગામના મુમુક્ષુ મંડળને ભરી અમને પત્ર
લખશો.
દરેક ગામના મુમુક્ષુ મંડળને વિનંતિ કે આપ આપના ગામના મુમુક્ષુ
ભાઈઓના લવાજમ લઈ અત્રે લીસ્ટ મોકલી આપશો. જેથી વી. પી.
કરવાનો નકામો ખર્ચ તથા સમય બચી જાય.
કારતક સુદ ૮ પછી વી. પી. કરવામાં આવશે.
લી: વ્યવસ્થાપક
શ્રી આત્મધર્મ કાર્યાલય–સોનગઢ