: ૩૨ : આત્મધર્મ : આસો :
(પ૯) પ્રશ્ન:– સમ્યગ્દર્શન પામ્યો ત્યારે જે આનંદ જીવને અનુભવાયો તેનું ભાષામાં
વર્ણન આવી શકે કે કેમ?ં
ઉત્તર:– એ અતીન્દ્રિય વેદનનું વાણીમાં પૂરું વર્ણન ન આવે; અમુક વર્ણન આવે, તે
ઉપરથી સામો જીવ જો તેવા લક્ષવાળો હોય તો સાચી સ્થિતિ સમજી જાય.
(૬૦) પ્રશ્ન:– એક છૂટો પરમાણુ આંખથી કે બીજા કોઈ દૂરબીન વગેરે સાધનથી જોઈ
શકાય ખરો?
ઉત્તર:– ના, પાંચ ઈન્દ્રિયસંબંધી જ્ઞાનનો તે વિષય નથી; અવધિજ્ઞાન વડે પરમાણુને
જાણી શકાય, પણ અવધિજ્ઞાન બહારના કોઈ સાધનથી થતું નથી. અવધિજ્ઞાન આંખવડે
પણ જાણતું નથી. તેમજ પરમાણુને જાણે એવું સૂક્ષ્મ અવધિજ્ઞાન તો જ્ઞાનીને જ થાય છે,
અજ્ઞાનીને તેવું અવધિજ્ઞાન હોતું નથી. એટલે, એકત્વરૂપ પરમ આત્માને જે જાણે તે જ
એક પરમાણુને જાણી શકે.
આ અંકની તત્ત્વચર્ચા પૂરી. દીવાળીએ ફરી મળશું. (जयजिनेन्द्र)
કોઈ ન આવે સંગ તારી....
એકલો જાને રે....
દુષ્કર્મના ઉદયથી દુઃખિત હોવા છતાં પણ જે
મનુષ્ય સંતુષ્ઠ થઈને આ અત્યંત પવિત્ર
સમ્યગ્દર્શનમાં નિશ્ચલ સ્થિતિ કરે છે અર્થાત્
સમ્યગ્દર્શનને ધારણ કરે છે તે એકલો પણ આ
જગતમાં અત્યંત પ્રશંસનીય છે; પરંતુ જેઓ
અત્યંત આનન્દને દેનારા સમ્યગ્દર્શનાદિ
રત્નત્રયરૂપ અમૃતમાર્ગથી (–મોક્ષમાર્ગથી) બાહ્ય
છે, તથા વર્તમાનકાળમાં શુભકર્મના ઉદયથી પ્રસન્ન
છે એવા, મિથ્યામાર્ગમાં ગમન કરનારા મિથ્યાદ્રષ્ટિ
મનુષ્યો ઘણા હોય તોપણ તેઓ પ્રશંસનીય નથી.
માટે હે જીવ! તું એકલો હો તોપણ જિનમાર્ગમાં
દ્રઢપણે સમ્યક્ત્વની આરાધના કર.
–પદ્મનંદી મુનિરાજ