Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 41

background image
: આસો : આત્મધર્મ : ૩૧ :
કોઈને પૂર્વનાં પુણ્ય પલટીને પાપરૂપ પણ થઈ જાય છે. (આ બંધાયેલા કર્મોની
અપેક્ષાએ વાત કરી.) પરિણામ અપેક્ષાએ પુણ્ય–પાપના ભાવનો ભોગવટો તો તે
પરિણામ વખતે જ જીવને થતો હોય છે, તેની મંદ–તીવ્ર આકુળતાને તે વખતે જ
તે વેદે છે. કોઈ જીવ શુદ્ધતાના બળે, પૂર્વે બાંધેલા કર્મોને ફળ આવ્યા પહેલાં જ
છેદી નાખે છે.
(પ૭) પ્રશ્ન:– ‘જબ તું આયો જગતમેં, જગ હંસે તું રોય,
અબ કરની ઐસી કરો તુમ હંસે જગ રોય.’
–આ પદનો ભાવાર્થ શું?
ઉત્તર:– આ દુર્લભ મનુષ્ય અવતાર પામીને આત્મહિતનું ઉત્તમ કાર્ય
કરવાની પ્રેરણા આપતાં કવિ કહે છે કે હે જીવ! જ્યારે તેં અહીં જન્મ ધારણ કર્યો
ત્યારે જગતના લોકો (સ્નેહીઓ) તારા જન્મનો આનંદ માનીને હસતા હતા ને
તું તો જન્મના ત્રાસથી રડતો હતો; પણ હવે જીવનમાં એવી ઉત્તમ કરણી કરી જા
કે જેથી તું તો હસતાં હસતાં આનંદપૂર્વક આરાધનાથી દેહ છોડીને પરલોકમાં જા,
પણ તારા વિયોગથી તારા ગુણો સંભારી સંભારીને જગતના સ્નેહીઓ રૂએ.
(પ૮) પ્રશ્ન:– વસ્તુના દ્રવ્યસ્વભાવમાં અશુદ્ધતા નથી તો પર્યાયમાં અશુદ્ધતા
ક્્યાંથી આવે છે?
ઉત્તર:– વસ્તુ ‘દ્રવ્ય’ અને પર્યાય’ એવા બે સ્વભાવવાળી છે, તેમાં
દ્રવ્યસ્વભાવમાં અશુદ્ધતા નથી, પણ પર્યાયનો સ્વભાવ શુદ્ધ ને અશુદ્ધ એવા બંને
પ્રકારનો છે; એટલે પર્યાયની અશુદ્ધતા દ્રવ્યસ્વભાવમાંથી આવેલી નથી પણ
તત્ક્ષણ પૂરતી પર્યાયનો તે ભાવ છે. પર્યાય બીજી ક્ષણે મટતાં તે અશુદ્ધતા પણ
મટી જાય છે. પર્યાય દ્રવ્યાશ્રયે પરિણમતાં શુદ્ધ થાય છે, પરાશ્રયે પરિણમતાં
અશુદ્ધ થાય છે. પણ તે અશુદ્ધતા નથી તો પરમાંથી આવી, કે નથી
દ્રવ્યસ્વભાવમાંથી આવી.