: ૩૦ : આત્મધર્મ : આસો :
(પ૩) પ્રશ્ન:– કેવળજ્ઞાનીના શરીરમાં નિગોદજીવો હોય?
ઉત્તર:– ના, કેવળજ્ઞાનીને પરમ ઔદારિક શરીર છે, તેના આશ્રયે નિગોદના જીવો
હોતાં નથી. આકાશમાં તે ક્ષેત્રે હોય,–કેમકે લોકમાં સર્વત્ર નિગોદ જીવો છે, પરંતુ તે
જીવો પરમ ઔદારિકશરીરને આશ્રિત નથી. કેવળજ્ઞાનીનું પરમ ઔદારિક શરીર,
મુનિનું આહારક શરીર, દેવોનું તથા નારકીનું વૈક્રિયિક શરીર, તથા પૃથ્વીકાય–
અપ્કાય–વાયુકાય અને તેજોકાય એ સ્થાનોના આશ્રયે નિગોદજીવો હોતાં નથી.
(પ૪) પ્રશ્ન:– જાતિસ્મરણજ્ઞાન ક્્યારે થાય?
ઉત્તર:– એ જ્ઞાન જેને પૂર્વ ભવના તે પ્રકારના સંસ્કાર હોય તેને થાય છે. પણ
મુમુક્ષુને મુખ્યતા આત્મજ્ઞાનની છે, જાતિસ્મરણની મુખ્યતા નથી. મોક્ષનું કારણ
આત્મજ્ઞાન છે, જાતિસ્મરણજ્ઞાન મોક્ષનું કારણ નથી. ધર્મસંબંધનું જાતિસ્મરણજ્ઞાન હોય
તો તે વૈરાગ્યનું કે સમ્યક્ત્વાદિનું નિમિત્ત થાય છે; પણ મુમુક્ષુને ભાવના અને પ્રયત્ન
આત્મજ્ઞાનનો હોય, જાતિસ્મરણનો નહિ.
જાતિસ્મરણ તો ભવને જાણે છે, કોઈ અજ્ઞાનીને પણ તે સંભવે છે.
આત્મજ્ઞાનથી આત્માની સ્વજાતને જાણવી તે પરમાર્થ જાતિસ્મરણ છે.
(પપ) પ્રશ્ન:– દર્શનમોહની એક પ્રકૃતિનું નામ ‘સમ્યક્ત્વ–પ્રકૃતિ’ કેમ છે?
ઉત્તર:– કેમકે તેના ઉદયની સાથે સમ્યક્ત્વ પણ હોય છે, એટલે સમ્યક્ત્વની
સહચારિણી હોવાથી તેનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ’ પડ્યું. ક્ષાયોપશમિક સમ્યક્ત્વની સાથે
તેનો ઉદય હોય છે.
(પ૬) પ્રશ્ન:– જીવ અત્યારે જે પુણ્ય–પાપ કરે છે તેનું ફળ ક્્યારે મળે?
ઉત્તર:– કરેલાં પુણ્ય–પાપનું ફળ કોઈ જીવને આ ભવમાં જ પણ આવી જાય
છે, ને કોઈને પછીના ભવોમાં આવે છે. કોઈને પુણ્યભાવની કે પવિત્રતાની
વિશેષતાના બળે પૂર્વનાં પાપ પલટીને પુણ્યરૂપ પણ થઈ જાય છે, એ જ રીતે તીવ્ર
પાપથી