તત્ત્વરસિક જિજ્ઞાસુઓનો પ્રિય
વિભાગ–દશ પ્રશ્ન દશ ઉત્તર. આ
વિભાગ પૂ. ગુરુદેવ પાસે થયેલ
તત્ત્વચર્ચામાંથી તેમજ શાસ્ત્રોમાંથી
તૈયાર કરવામાં આવે છે.
ત્યાં જન્મે. કદાચ કોઈ મનુષ્યને પૂર્વે મિથ્યાત્વદશામાં મનુષ્યનું આયુષ બંધાઈ ગયું
હોય ને પછી સમ્યક્ત્વ (–ક્ષાયિક) પામે તો તે આરાધક જીવ મરીને મનુષ્યમાં
ઊપજે, પણ તે અસંખ્યાત વર્ષના આયુષવાળા ભોગભૂમિના મનુષ્યમાં જ ઊપજે,
કર્મભૂમિમાં ન ઊપજે એ નિયમ છે. વિદેહક્ષેત્ર તે કર્મભૂમિ છે. ભોગભૂમિમાં ચોથા
ગુણસ્થાનથી ઉપરના કોઈ ગુણસ્થાનો હોતાં નથી. ભોગભૂમિનો જીવ ત્યાંથી મરીને
નિયમથી સ્વર્ગમાં જ જાય.