: ૨૮ : આત્મધર્મ : આસો :
મળતું પણ અંદરના ચૈતન્યભંડાર ખોલીને અતીન્દ્રિયઆનંદરૂપી અમૃતનાં ભોજનપાન
કરે છે. અરે, નરકમાં તે આનંદ હોય? હા ભાઈ, સમ્યગ્દ્રષ્ટિ જીવને ત્યાં પણ આનંદનું
વેદન છે;–પણ તે આનંદ કાંઈ નરકમાં નથી, આનંદ તો આત્મામાં છે. નિજઆત્મામાંથી
ધર્મી જીવ આનંદને અનુભવે છે; તે આનંદ જેમ બહારના સંયોગમાંથી આવ્યો નથી તેમ
બહારના પ્રતિકૂળ સંયોગથી અટકતો પણ નથી. અંદરનું પાતાળ ફોડીને જે આનંદની
ધારા ઉલ્લસી તે ધારા કોઈથી અટકે નહિ. તે અત્યંત ધીર–ગંભીર છે.....તેનો પ્રવાહ તૂટે
નહિ, તે પ્રવાહમાં ભરતી થઈને કેવળજ્ઞાન થવાનું છે.
(૧૮૮) તે ક્્યાંથી મોક્ષ પામે?
પરમાત્મપ્રકાશમાં કહે છે કે
दाणु ण दिण्णउ मुनिवरहँ
ण वि पुञ्जिउ जिण–णाहु।
पंच ण वंदिउ परमगुरु
किमु होसइ सिव–लाहु।। १६८।।
જેણે રત્નત્રયના આરાધક મુનિવરોને ભક્તિપૂર્વક દાન દીધું નથી,
અનંતગુણધારી જિનનાથને જેણે પૂજ્યા નથી, ને પંચ પરમગુરુની ભક્તિપૂર્વક વંદના
જેણે કરી નથી–તે શ્રાવકને મોક્ષલાભ ક્્યાંથી થશે?
(૧૮૯) નિશ્ચિંત થા
હે જીવ! તું પરદ્રવ્યની ચિન્તાને છોડીને જ્યારે સ્વદ્રવ્યના ધ્યાનમાં તત્પર થઈશ
ત્યારે જ ભવભ્રમણથી છૂટીશ. પરમાત્મસ્વભાવથી પરાંગ્મુખ થઈને પરદ્રવ્યની જેટલી
ચિંતાજાળ છે તે સંસારનું કારણ છે. હોનહાર તીર્થંકર પણ જ્યાંંસુધી પર દ્રવ્યની
ચિન્તામાં આસક્ત છે ને સ્વદ્રવ્યમાં લીન થતા નથી ત્યાં સુધી તેમને પણ શુદ્ધોપયોગ,
કેવળજ્ઞાન કે મોક્ષ થતો નથી. ચિન્તાસક્ત જીવને નિર્વિકલ્પધ્યાન સિદ્ધ થતું નથી.
સમસ્ત પરચિંતા છોડીને ઉપયોગને જે સ્વદ્રવ્યમાં જોડે છે તેને જ નિર્વિકલ્પધ્યાન,
શુદ્ધોપયોગ, કેવળજ્ઞાન ને મોક્ષ થાય છે. માટે હે જીવ! નિશ્ચિંત થઈને તું શુદ્ધાત્માને
ભાવ. નિશ્ચિંતપુરુષો જ આત્માને સાધે છે.
(૧૯૦) સમ્યગ્દર્શન જયવંત છે
जयति सुखनिधानं मौक्षवृक्षैकबीजं
सकलमलविमुक्तं दर्शन यद्विना स्यात्।
मतिरपि कुमतिर्नु दुश्चरितं चरित्रं
भवति मनुजजन्म प्राप्तमप्राप्तमेव।। ७७।।
ધર્મોપદેશરૂપી અમૃત વર્ષાવતાં શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે તે સુખનિધાન
સમ્યગ્દર્શન આ જગતમાં જયવંત છે કે જે મોક્ષવૃક્ષનું એક બીજ છે, જે સકલ મલથી
વિમુક્ત છે, જેના વગરની મતિ તે કુમતિ છે, જેના વગરનું ચારિત્ર તે દુઃચારિત્ર છે, અને
જેના વગર આ પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ પણ નહિ પ્રાપ્ત થવા સમાન છે.