: આસો : આત્મધર્મ : ૨૭ :
આનંદને અનુભવતો ઉલ્લસિત થયો ત્યાં પર્યાયમાં ધર્માત્માને જે જ્ઞાન–આનંદની ભરતી
આવી, જે અપૂર્વ લબ્ધિ ઉલ્લસી, તે કોઈથી રોકાય નહિ, તેમાં ઓટ આવે નહિ.
(૧૮૪) મૂળ વસ્તુ
બહારનું બીજું યાદ રહો કે ન રહો, પણ ધર્મીને ચૈતન્યતત્ત્વના સ્વાનુભવથી
સ્વભાવના જે અવગ્રહ–ઈહા–અવાય–ધારણ થયા તે ભવાંતરે પણ ભૂલાય નહિ, જે
ભરતીથી ચૈતન્યદરિયો ઊછળ્યો તે હવે કેવળજ્ઞાન લીધે છૂટકો, તેમાં વચ્ચે ઓટ આવે
નહિ. અને આવા ચૈતન્યની જ્યાં અનુભૂતિ નથી ત્યાં બહારના હજારો ઉપાય વડે કે
જાણપણાવડે પણ પર્યાયમાં જ્ઞાન–આનંદની ભરતી આવી શકે નહિ. આ રીતે ચૈતન્યની
અનુભૂતિ એ મૂળવસ્તુ છે, તેમાં આનંદની ભરતી છે.
(૧૮પ) ધર્માત્માની અપૂર્વ લબ્ધિ
ધર્મી જીવ નિત્ય આનંદનો ભોજી છે, નિત્ય આનંદને જ તે ભોગવે છે. આ
આનંદનું વેદન એ મૂળવસ્તુ છે. સમ્યગ્દ્રષ્ટિ થયો ત્યાં આવું અપૂર્વ આનંદવેદન થયું, તે
અપૂર્વ લબ્ધિ છે. આવા આનંદના વેદન વગર અપૂર્વલબ્ધિ કહેવાય નહિ ને સમ્યક્ત્વ
થાય નહિ. અહા, અપૂર્વલબ્ધિ ધર્માત્માએ પ્રાપ્ત કરી છે, જે જ્ઞાન–આનંદ પૂર્વે કદી લબ્ધ
થયા ન હતા કે જ્ઞાન–આનંદની અપૂર્વલબ્ધિ થઈ.....સિદ્ધ સાથે એકતા થઈ, સત્તા ભિન્ન
રાખીને જાતિ અપેક્ષાએ એકતા થઈ; સિદ્ધોની પંક્તિમાં બેઠો. આવી અપૂર્વલબ્ધિ
સમ્યક્ત્વમાં પ્રાપ્ત થઈ છે.
(૧૮૬) આનંદના દરબારમાં અમૃત પીધું
સ્વાનુભવથી નિર્વિકલ્પ આનંદરૂપી અમૃત જેણે પીધું તે આત્મા સજીવન થયો;
પહેલાં વિકારની એકતારૂપ મિથ્યાત્વના ઝેરવડે ભાવમરણે મરતો હતો, પણ જ્યાં
ભેદજ્ઞાન કરીને, વિકારની ભિન્ન ચૈતન્યસ્વભાવને અનુભવમાં લીધો ત્યાં અતીન્દ્રિય
આનંદરૂપી અમૃતસંજીવનીને અનુભવતો થકો આત્મા સજીવન થયો, મરણ રહિત અમર
થયો. અહો, આવું જ્ઞાન જેને પ્રગટ્યું તેના મહિમાની શી વાત? તે પરમાત્માનો પુત્ર
થયો, તે સર્વજ્ઞનો નંદન થયો....આનંદના દરબારમાં તેણે પ્રવેશ કર્યો....ત્યાં હવે આનંદનું
જ વેદન છે.
(૧૮૭) અંદરનું પાતાળ ફોડીને આનંદધારા ઉલ્લસી
જેમ ઘરમાં જવા માટે તેના બારણાં ખખડાવે તેમ ચૈતન્યસ્વભાવના ઘરમાં
પ્રવેશવા માટે તેના બારણાં ખખડાવ એટલે કે તે સ્વભાવનો પક્ષ કર. સ્વભાવનો પક્ષ
કરીને તેમાં જેણે પ્રવેશ કર્યો તે જીવ આત્માના આનંદનો ભોગવટો કરે છે. સાતમી
નરકમાં પણ અસંખ્યાત જીવ સમ્યગ્દર્શન પામેલા છે, તેઓ સાતમી નરકમાંય
આનંદામૃતનું ભોજન કરે છે; બહારના ચોખાનો કણ કે પાણીનું ટીપું નથી