: ૨૬ : આત્મધર્મ : આસો :
વિવિધ વચનામૃત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક : ૧૩)
(૧૮૧) સ્વાનુભવનાં કિરણ
સ્વાનુભવરૂપી સૂર્યનાં કિરણો વડે જ મોક્ષમાર્ગ દેખાય છે. જ્યાં સ્વાનુભવનાં
કિરણોનો પ્રકાશ નથી ત્યાં મોક્ષમાર્ગ દેખાતો નથી. રાગ તો અંધકારમય બંધભાવ છે,
તેના વડે મોક્ષમાર્ગ ક્્યાંથી સધાય? અરે, બંધભાવ અને મોક્ષભાવ વચ્ચે પણ જેને
વિવેક નથી એને શુદ્ધાત્માનું વીતરાગ–સંવેદન ક્્યાંથી થાય? અને સ્વાનુભવના કિરણ
ફૂટયા વગર મોક્ષમાર્ગનો પ્રકાશ ક્્યાંથી પ્રગટે? અજ્ઞાનીને સ્વાનુભવનો કણિયો પણ
નથી તો પછી મોક્ષમાર્ગ કેવો? સ્વાનુભવ વગર જે કાંઈ ભાવ કરે તે બધાય ભાવો
બંધમાર્ગમાં છે, તે કોઈ ભાવ મોક્ષમાર્ગમાં આવતા નથી, ને તેનાથી મોક્ષમાર્ગ સધાતો
નથી. સ્વાનુભવનો સૂરજ ઊગે ત્યારે મોક્ષમાર્ગ સાચો.
(૧૮૨) અમૃતભોજી નિઃશંક જ્ઞાન
અમૃતભોજી એટલે કે અતીન્દ્રિયજ્ઞાનને અનુભવનું જ્ઞાન, તેણે સિદ્ધ જેવા
નિજસ્વરૂપ સાથે એકતા કરીને, પોતાના અબંધસ્વભાવને નિઃશંક પ્રતીતમાં લીધો, તે
જ્ઞાનમાં હવે કર્મબંધની શંકા કેમ હોય? શુદ્ધતાનું ધામ એવા આ ચૈતન્યમૂર્તિ આત્માને
વિકારી માન્યો તેને જ કર્મબંધની શંકા પડે છે. ધર્માત્મા પોતાના સહજસ્વભાવમાં
નિઃશંક વર્તતા થકા, તેને જ સ્વપણે અનુભવતા થકા, જીવ કર્મથી ખરેખર બંધાયો છે–
એવી શંકાને જરાપણ પામતા નથી.
નિયમસારમાં ‘આપ્ત’ ને શંકા રહિત કહ્યા છે; તે સર્વજ્ઞ પરમાત્મા છે; અને
સર્વજ્ઞ– સ્વભાવમાં સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક છે તે અપેક્ષાએ તે (ચોથા ગુણસ્થાનવર્તી
સમ્યગ્દ્રષ્ટિ) પણ આપ્ત છે.
(૧૮૩) જ્ઞાન–આનંદની ભરતી
સમકિતીને આનંદનું વેદન કરતું જ્ઞાન ઊછળ્યું છે, તે કોઈથી રોકાય નહિ. ઈન્દ્રિય
મન મોળાં પડે તોપણ જ્ઞાનની ભરતી અટકે નહિ. અને જ્યાં આવું જ્ઞાન નથી ત્યાં
ઈન્દ્રિયમનના અવલંબને જ્ઞાનમાં ભરતી આવી શકે નહિ, પરલક્ષી શાસ્ત્રજ્ઞાનવડે પણ
જ્ઞાનમાં ભરતી ન આવે. ભગવાન આત્મા નિજ સ્વભાવના