: આસો : આત્મધર્મ : ૨પ :
સ્વરૂપ–એ બધાનું સર્વ પ્રકારથી યથાર્થ જ્ઞાન થાય. સર્વ મનોરથ સિદ્ધ કરવાનો ઉપાય જે
અર્હંત–સર્વજ્ઞનું યથાર્થ જ્ઞાન, તે જે પ્રકારથી સિદ્ધ થાય તે પ્રથમ કરવા યોગ્ય છે. આ રીતે
સર્વથી પ્રથમ અર્હંત સર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું એ શ્રીગુરુની મૂળ શિક્ષા છે.
સાચું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે.
પોતપોતાના પ્રકરણમાં પોતપોતાના જ્ઞેયસંબંધી અલ્પ વા વિશેષ જ્ઞાન સર્વને
હોય છે, કારણ કે લૌકિક કાર્ય તો બધાય જીવો જાણપણાપૂર્વક જ કરે છે, તેથી લૌકિક
જાણપણું તો સર્વ જીવોને થોડું વા ઘણું બની જ રહ્યું છે. પણ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત
જે આપ્તઆગમ આદિ પદાર્થો તેનું સાચું જ્ઞાન સમ્યક્દ્રષ્ટિને જ હોય છે, તથા સર્વ જ્ઞેયનું
જ્ઞાન કેવળી ભગવાનને જ હોય છે એમ સમજવું.
જિનમતની આજ્ઞા
કોઈ કહે છે કે:– સર્વજ્ઞની સત્તા (હયાતી) નો નિશ્ચય અમારાથી ન થયો તો શું થયું?
એ દેવ તો સાચા છે ને? માટે પૂજનાદિ કરવા અફળ થોડા જ જાય છે.? તેનો ઉત્તર:– જો
તમારી કિંચિત્ મંદકષાયરૂપ પરિણતિ થશે તો પુણ્યબંધ તો થશે; પરંતુ જિનમતમાં તો દેવના
દર્શનથી આત્મદર્શનરૂપ ફળ થવું કહ્યું છે, તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે,
અન્ય પ્રકારથી નહિ થાય; એ જ શ્રી પ્રવચનસાર ગાથા ૮૦માં કહ્યું છે.
વળી તમે લૌકિક કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુના સત્તા આદિ નિશ્ચય કર્યા
વિના જરાય પ્રવર્તતા નથી; અને અહીં તમે સત્તાને નિશ્ચય પણ ન કરતાં ઘેલા
અનધ્યવસાયી (નિર્ણય વગરના) થઈ પ્રવર્તો છે, એ મોટું આશ્ચર્ય છે! શ્લોકવાર્તિકમાં
કહ્યું છે કે–જેની સત્તાનો જ નિશ્ચય નથી થયો તેનું પરીક્ષાવાળાએ કેવી રીતે સ્તવન
કરવા યોગ્ય છે? માટે તમે સર્વ કાર્યોની પહેલાં પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ
કરો, એ જ ધર્મનું મૂળ છે તથા એ જ જિનમતની આમ્નાય છે.
આત્મકલ્યાણના અભિલાષીને ભલામણ
જેણે આત્મકલ્યાણ કરવું છે તેણે જિનવચનરૂપ આગમનું સેવન, યુક્તિનું અવલંબન
પરંપરા ગુરુનો ઉપદેશ તથા સ્વાનુભવ એ કર્તવ્ય છે; પ્રથમ પ્રમાણ, નય, નિક્ષેપ, આદિ
ઉપાયથી જિનવચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં નક્કી કરવું. અને ગમ્યમાન થયેલાં
સત્યરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું જે અનુમાન, તેનાથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી,
તેનાં શ્રદ્ધાન, જ્ઞાન, દર્શન, પૂજન, ભક્તિ, સ્તોત્ર અને નમસ્કારાદિક કરવા યોગ્ય છે.
શ્રી જિનેન્દ્રદેવનો સેવક જાણે છે કે મારું ભલુ–બૂરું મારા પરિણામોથી જ થાય છે. આમ
સમજીને તે પોતાના હિતના ઉદ્યમમાં પ્રવર્તે છે, તથા અશુદ્ધ કાર્યોને છોડે છે. જેણે જિનદેવના
સાચા સેવક થવું હોય, વા જિનદેવે ઉપદેશેલા મોક્ષમાર્ગમાં પ્રવર્તવું હોય તેણે સર્વથી પહેલાં
જિનદેવના સાચા સ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કરવું એ કર્તવ્ય છે.