: ૨૪ : આત્મધર્મ : આસો :
અર્થ:– પ્રથમ તો સંસારમાં બુદ્ધિ હોવી જ દુર્લભ છે. અને પરલોક અર્થે બુદ્ધિ થવી
તો અતિ દુર્લભ છે; એવી બુદ્ધિ પ્રાપ્ત થયા છતાં જેઓ પ્રમાદ કરે છે તે જીવો વિષે
જ્ઞાનીઓને શોચ થાય છે.
આ દુર્લભ મનુષ્યજન્મ પામીને જેને સાચા જૈની થવું છે તેણે તો સત્સમાગમ
અને શાસ્ત્રના આશ્રયે તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે; પણ જે તત્ત્વનિર્ણય તો નથી કરતો,
અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ આદિ બધાંય કાર્યો કરે છે,
તેનાં એ બધાંય કાર્યો અસત્ય છે, તેનાથી મોક્ષ નથી. માટે સત્સમાગમે આગમનું સેવન,
યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો
યોગ્ય છે. જિનવચન તો અપાર છે, તેનો પૂરો પાર તો શ્રી ગણધરદેવ પણ પામ્યા નહિ.
માટે જે મોક્ષ– માર્ગની પ્રયોજનભૂત રકમ છે તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય
છે. કહ્યું છે કે:–
अन्तो णत्थि सुईणं कालो थोओवयं च दुम्मेहा।
तं णवर सिक्खियव्वं जिं जरमरणक्खयं कुणहि।।
અર્થ:– શ્રુતિઓનો અન્ત નથી, કાળ થોડો છે, અને બુદ્ધિ અલ્પ છે; માટે હે જીવ!
તારે તે શીખવા યોગ્ય છે કે જેથી તું જન્મમરણનો નાશ કરી શકે.
આત્મહિત માટે પ્રથમ સર્વજ્ઞનો નિર્ણય
હે જીવો! તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ કારણ જે
આપ્ત તેના સાચા સ્વરૂપનો નિર્ણય કરી, જ્ઞાનમાં લાવો. કારણ કે સર્વે જીવોને સુખ પ્રિય
છે, સુખ ભાવકર્મોના નાશથી થાય છે, ભાવકર્મનો નાશ સમ્યક્ચારિત્રથી થાય છે,
સમ્યક્ચારિત્ર–સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક થાય છે, સમ્યગ્જ્ઞાન આગમથી થાય છે, આગમ
કોઈ સર્વજ્ઞ વીતરાગ પુરુષની વાણીથી ઉપજે છે. માટે જે સત્ પુરુષ છે તેમણે પોતાના
કલ્યાણ અર્થે સર્વ સુખનું મૂળ કારણ જે આપ્ત–અર્હંત–સર્વજ્ઞ પરમાત્મા તેમનો
યુક્તિપૂર્વક સારી રીતે સર્વથી પ્રથમ નિર્ણક કરી આશ્રય લેવો યોગ્ય છે. હવે જેનો ઉપદેશ
સાંભળીએ છીએ, જેના કહેલા માર્ગ ઉપર ચાલવા માગીએ છીએ, જેની સેવા પૂજા,
આસ્તિકયતા, જાપ, સ્મરણ, સ્તોત્ર, નમસ્કાર, અને ધ્યાન કરીએ છીએ એવા જે અર્હંત
સર્વજ્ઞદેવ, તેમનું પ્રથમ પોતાના જ્ઞાનમાં સ્વરૂપ તો ભાસ્યું જ નથી તો તમે નિશ્ચય કર્યા
વિના કોનું સેવન કરો છો? લોકમાં પણ એવી પદ્ધતિ છે કે અત્યંત નિષ્પ્રયોજન વાતનો
પણ નિર્ણય કરી પ્રવર્તે છે. અને તમે આત્મહિતના મૂળ આધારભૂત જે અર્હંતદેવ તેનો
પણ નિર્ણય કર્યા વિના જ પ્રવર્તો છો, તો એ મોટું આશ્ચર્ય છે!
વળી તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે. માટે તમે આ અવસરને
વૃથા ન ગુમાવો. આળસ આદિ છોડી, તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી તમને
વસ્તુનું સ્વરૂપ, જીવાદિનું સ્વરૂપ, સ્વ–પરનું ભેદવિજ્ઞાન, આત્માનું સ્વરૂપ, હેય–ઉપાદેય
અને શુભ–અશુભ–શુદ્ધ અવસ્થારૂપ પોતાના પદ–અપદનું