: આસો : આત્મધર્મ : ૨૩ :
આત્મહિતના અભિલાષીનું પ્રથમ કર્તવ્ય
તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો બાળ, વૃદ્ધ રોગી, નીરોગી, ધનવાન, નિર્ધન સુક્ષેત્રી
તથા કુક્ષેત્રી આદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવાયોગ્ય છે, તેથી જે પુરુષ પોતાના
હિતનો વાંછક છે તેણે સર્વથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે.
[शार्दूलविक्रीडित]
न क्लेशो न धनव्ययो न गमनं देशान्तरे प्रार्थना
केषाचिन्न बलक्षयो न तु भयं पीडा न कस्माश्च न।
सावद्यं न न रोग जन्मपतनं नैवान्य सेवा नहि
चिद्रूपं स्मरणो फलं बहुतरं किन्नाद्रियन्ते बुधाः।।
[तत्त्वज्ञानतरंगिणी]
અર્થ:– ચિદ્રૂપ (જ્ઞાનસ્વરૂપ) આત્માનું સ્મરણ કરવામાં નથી કલેશ થતો, નથી ધન
ખર્ચવું પડતું, નથી દેશાંતર જવું પડતું, નથી કોઈ પાસે પ્રાર્થના કરવી પડતી, નથી બળનો ક્ષય
થતો, નથી કોઈ તરફથી ભય કે પીડા થતી; વળી તે સાવદ્ય (પાપનું કાર્ય) નથી, રોગ કે
જન્મમરણમાં પડવું પડતું નથી, કોઈની સેવા કરવી પડતી નથી; આવી કોઈ મુશ્કેલી વિના
જ્ઞાનસ્વરૂપ આત્માના સ્મરણનું ઘણું જ ફળ છે, તો પછી ડાહ્યા પુરુષો તેને કેમ આદરતા નથી?
વળી જેઓ તત્ત્વનિર્ણયની સન્મુખ નથી થયા તેમને જાગૃત કરવા ઠપકો આપે છે કે:–
साहिणे गुरुजोगे जे ण सुणंतीह धम्मवयणाई।
ते धिट्ठ दुठ्ठचिता अह सुहडा भवभयविहुणा।।
અર્થ:– ગુરુનો યોગ સ્વાધીન હોવા છતાં જેઓ ધર્મવચનોને સાંભળતા નથી
તેઓ ધીઠ અને દુષ્ટ ચિત્તવાળા છે અથવા તેઓ ભવભયરહિત સુભટ છે,–જે સંસારથી
શ્રી તીર્થંકરાદિક ડર્યા તેનાથી તેઓ ડરતા નથી! આમ કહીને તેના ઉપર કટાક્ષ કર્યો છે.
જેઓ શાસ્ત્રાભ્યાસદ્વારા તત્ત્વનિર્ણય તો નથી કરતા અને વિષય–કષાયના
કાર્યોમાં જ મગ્ન છે તેઓ તો અશુભોપયોગી મિથ્યાદ્રષ્ટિ છે; તથા જેઓ સમ્યગ્દર્શન
વિના પૂજા, દાન, તપ, શીલ સંયમાદિ વ્યવહારધર્મમાં (શુભભાવમાં) મગ્ન છે તેઓ
શુભોપયોગી મિથ્યાદ્રષ્ટિ છે. માટે ભાગ્યોદયથી જેઓ મનુષ્યપર્યાય પામ્યા છે તેમણે તો
સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન, અને તેનું મૂળ કારણ તત્ત્વનિર્ણય, તથા તેનું પણ
મૂળ કારણ સત્સમાગમ અને શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવાયોગ્ય છે.
જે આવા અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરી કહે છે કે:–
प्रज्ञैव दुर्लभा सुष्ठु दुर्लभा सान्यजन्मने।
तां प्राप्य ये प्रमाद्यन्ति ते शोच्याः खलु धीमताम्।।