: ૨૨ : આત્મધર્મ : આસો :
નિજપ્રકાશદ્વારા કર્તૃત્વના મિથ્યાત્વઅંધકારને છેદી નાંખે છે. રાગને તો તે ભેદનાર છે,
તો રાગ તેનો સહાયક કેમ હોય?
મોક્ષનું કારણ ભેદજ્ઞાન છે.
બંધનું કારણ ભેદજ્ઞાનનો અભાવ, એટલે કે પરભાવમાં એકત્વબુદ્ધિનો સદ્ભાવ
જ છે, એટલે ક્રોધાદિ સાથે કર્તાકર્મની બુદ્ધિરૂપ મિથ્યાત્વ જ બંધનું મૂળકારણ છે.
હવે મોક્ષના કારણરૂપ ભેદજ્ઞાન કેમ થાય? ને ભેદજ્ઞાનીના વિચારો કેવા હોય?
તે બતાવે છે, હું જ્ઞાનસ્વરૂપ આત્મા, મારા સ્વરૂપમાં જ વ્યાપનાર છું, ને પર ચીજ સાથે
મારે કાંઈ સંબંધ નથી. ‘જ્ઞાનમાત્ર ભાવ હું છુ’ એમ સ્વરૂપ વિચારીને તે તરફ ઝૂકવાથી
પરભાવોથી ભિન્નતારૂપ ભેદજ્ઞાન થાય છે.
એક વસ્તુમાં કર્તા અને કર્મ એવા બે ભેદ પાડવા તે પણ જ્યાં શુદ્ધદ્રષ્ટિમાં નથી
પાલવતું, ત્યાં એક વસ્તુને અત્યંત ભિન્ન બીજી વસ્તુ સાથે સંબંધ બતાવવો એ તો
ક્્યાંથી પાલવે? પર સાથે કર્તાકર્મની બુદ્ધિવાળો અજ્ઞાની પોતાના ભિન્ન તત્ત્વને કદી
અનુભવી શકે નહિ; ને અંદર ગુણ–પર્યાયના ભેદ પાડીને તેના વિકલ્પમાં રોકાય તો
ત્યાંસુધી પણ આત્મવસ્તુ અનુભવમાં આવતી નથી. જેના વિચાર જ ભેદજ્ઞાનથી ઊલટા
છે તેને ભેદજ્ઞાન ક્્યાંથી થાય? યથાર્થ આત્મસ્વરૂપનો વિચાર અને નિર્ણય કરે તો
ભેદજ્ઞાન થાય. વિચાર એટલે વિકલ્પની વાત નથી પણ જ્ઞાનમાં સમ્યક્ નિર્ણય કરવો તે
વિચારનું કાર્ય છે. વસ્તુસ્વરૂપ તરફ વિચાર ઝૂકે તો ભેદજ્ઞાન થાય.
મારું વ્યાપ્ય–વ્યાપકપણું મારામાં છે, પર સાથે મારે અંશમાત્ર–વ્યાપ્ય–વ્યાપકપણું
કે કર્તાકર્મપણું નથી. આવા દ્રઢ વિચારજ્ઞાનવડે ઉપયોગ અંતરમાં વળતાં ભેદજ્ઞાન થાય
છે. ‘કર વિચાર તો પામ’ ભગવાને સમવસરણમાં જેવું વસ્તુસ્વરૂપ કહ્યું તેવું વિચારમાં
લેતાં તેના અભ્યાસથી તેનો અનુભવ થાય છે.
વસ્તુમાં ભેદ પાડીને વિચાર કરવામાં આવે તો તે પણ પોતામાં ને પોતામાં જ
સમાય છે, ભેદ પાડતાં પણ પર સાથે તો વસ્તુને કર્તાકર્મપણાનો સંબંધ થતો નથી; પર
સાથેના કર્તાકર્મ સંબંધની વાત તદ્ન ઊખેડી નાંખી. પોતામાં કર્તા–કર્મનો ભેદ પાડવો
એટલો પણ વ્યવહાર છે, ને એકવસ્તુના પરમાર્થ અનુભવમાં તો એટલો ભેદ પણ નથી.
પોતાના સમસ્ત ગુણ–પર્યાયોને પોતામાં જ સમાવીને, એકવસ્તુપણે જ્ઞાનજ્યોતિ
પોતાના આત્માને દેખે છે. આવી જ્ઞાનજ્યોતિમાં કોઈ વિભાવનો પ્રવેશ નથી, સમસ્ત
વિભાવથી જુદા નિજસ્વરૂપને તે અનુભવે છે માટે તે જ્ઞાનજ્યોતિ નિજસ્વરૂપની
અનુભવનશીલ છે ને પરભાવોની મેટનશીલ છે, એટલે કે સ્વરૂપને અનુભવવાનો તેનો
સ્વભાવ છે ને પરભાવોને તોડવાનો તેનો સ્વભાવ છે. આવી ભેદજ્ઞાનજ્યોતિ આત્મામાં
પ્રગટે તે મંગલપ્રભાત છે.