: આસો : આત્મધર્મ : ૨૧ :
પણ, ધીર ને ઉદાર એવી સમ્યગ્જ્ઞાનજ્યોતિ જ્ઞાનને અને ક્રોધાદિને અત્યંત જુદા
જાણે છે, પરભાવના અંશમાત્રને જ્ઞાનમાં પ્રવેશવા દેતી નથી. આવી જ્ઞાનજ્યોતિ
મંગળરૂપ છે. આ જ્ઞાનજ્યોતિ સ્વકાર્યને બરાબર જાણે છે, પણ પરભાવરૂપ કાર્યને તે
જરાપણ કરતી નથી. એ જ્ઞાનજ્યોતિ જાણનશીલ છે, ને પરભાવની મેટનશીલ છે.
મિથ્યાત્વજનિત જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને જ્ઞાનજ્યોતિ સર્વ પ્રકારે અત્યંત દૂર કરે છે.
હજી તો આત્મા કર્તા ને જડ તેનું કાર્ય, શરીર અને કર્મને આત્મા કરે–એમ પર
સાથે આત્માને કર્તાકર્મપણું માને છે તેને તો જડ–ચેતનની ભિન્નતાનુંય ભાન નથી, એવા
જીવો તો અજ્ઞાનઅંધકારમાં પડેલા છે, ભિન્નભિન્ન વસ્તુને તેઓ દેખી શકતા નથી.
સર્વજ્ઞ પરમાત્માએ જે વસ્તુસ્વરૂપ જોયું અને ઉપદેશ્યું તેનો સંત ઉપદેશ કરે છે કે
હે જીવ! ચિદ્રૂપશક્તિ તારા આત્મામાં ભરેલી–વિદ્યમાન છે તે જ પ્રગટ થાય છે. દરેક
આત્મા સદાય જ્ઞાનશક્તિથી પરિપૂર્ણ છે. પણ તે સ્વભાવનો મહિમા લાવીને તેને
અનુભવમાં લ્યે ત્યારે આત્મા નિજસ્વરૂપનો અનુભવનશીલ થાય, અને ત્યારે જીવ–
કર્મની એકત્વબુદ્ધિ છૂટે, એટલે મિથ્યાત્વ છૂટે ને જ્ઞાનજ્યોતિ પ્રકાશમાન થાય. આવું જે
જ્ઞાન ઉદય પામ્યું તે જ્ઞાન મિથ્યાત્વાદિ પરપરિણતિને ઉખેડી નાખે છે, અને ભેદના
અનુભવરૂપ સમસ્ત વિકલ્પજાળને તોડી પાડે છે.
એક દ્રવ્યમાં તો પરિણામી અને પરિણામ એવા ભેદ પાડીને ઉપચારથી
કર્તાકર્મપણું કહેવાય છે, એક વસ્તુમાં ભેદ પાડીને કર્તા–કર્મપણું કહ્યું માટે તેને ઉપચાર
કહ્યો; પણ તેવી રીતે પર દ્રવ્ય સાથે તો ઉપચારથી પણ આત્માને કર્તાકર્મપણું નથી, કેમકે
બંનેને એક વસ્તુપણું નથી.
કર્તા–કર્મપણું ત્યાં જ હોય કે જ્યાં વ્યાપ્ય–વ્યાપકપણું હોય.
વ્યાપ્ય–વ્યાપકપણું તેમને જ હોય કે જેમને એકવસ્તુપણું હોય.
ભિન્ન વસ્તુઓમાં વ્યાપ્યવ્યાપકપણું કે કર્તાકર્મપણું કદી ન હોય.
અહીં તો એક વસ્તુમાંય કર્તાને કર્મ એવા બે ભેદ પાડવા તે ઉપચાર છે, ત્યાં પર
સાથે કર્તાકર્મની શી વાત?
જ્ઞાનસ્વરૂપ એવો હું કર્તા ને ક્રોધાદિ મારું કાર્ય, એવી જે પોતામાં જ્ઞાન ને
ક્રોધાદિ વચ્ચેની એકત્વબુદ્ધિરૂપ કર્તાકર્મની બુદ્ધિ તે પણ જ્યાં મિથ્યાત્વ છે, ત્યાં બહારના
કાર્યોના કર્તૃત્વની તો શી વાત? જીવ જ્યાં જ્ઞાની થયો કે તરત તેને એ કર્તાકર્મની
મિથ્યાબુદ્ધિ ટળી, ને પરભાવનો અકર્તા થઈને જ્ઞાનભાવપણે પરિણમ્યો; ઝળઝળતો
ભેદજ્ઞાનસૂર્ય તેના આત્મામાં ઊગ્યો.
ભેદજ્ઞાનરૂપ સૂર્ય મહા બળવાન છે, વિકલ્પોનો તેને સહારો નથી, તે જ્ઞાનસૂર્ય