: ૨૦ : આત્મધર્મ : આસો :
નિજસ્વરૂપની અનુભવનશીલ
અને પરભાવોની મેટનશીલ
એવી જ્ઞાનજ્યોતિ
જે જ્ઞાનજ્યોતિ પ્રગટતાં આત્મામાં
મોક્ષમાર્ગનો અપૂર્વ પ્રકાશ ખીલે છે ને અનાદિના
અજ્ઞાનઅંધારા નાશ પામે છે. તે જ્ઞાનજ્યોતિ કેવી
છે? નિજ સ્વરૂપની જાણનશીલ અને પરભાવોની
મેટનશીલ, એવી તે જ્ઞાનજ્યોતિનું આ વર્ણન છે.
ભેદજ્ઞાનના અભ્યાસ માટેના વિચારો કેવા હોય તે
પણ આમાં બતાવ્યું છે.
(સમયસાર કલશટીકા–પ્રવચનો કળશ ૪૬–૪૭)
આ કર્તાકર્મ–અધિકાર છે. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે; તે સ્વભાવનું ખરૂં કાર્ય
ભાઈ, તું તો જ્ઞાન છો. જ્ઞાનને પર સાથે તો કર્તાકર્મપણું નથી ને ક્રોધાદિ
સાથે પણ જ્ઞાનને કર્તાકર્મપણું નથી. ક્રોધ અને જ્ઞાનને ભિન્ન કરતી જ્ઞાનજ્યોતિ
પ્રગટ થાય છે, તે જ્ઞાનજ્યોતિ પરભાવ સાથેના કર્તાકર્મ ભાવને દૂર કરે છે. ‘આ
ક્રોધાદિ તે મારું કર્મ ને જ્ઞાનસ્વરૂપ હું તેનો કર્તા’–આવી જ્ઞાન અને ક્રોધ વચ્ચેની
જે કર્તાકર્મની બુદ્ધિ છે તે અજ્ઞાનથી જ છે. કર્તા અને કર્મ એકમેક હોય, જુદા ન
હોય; હવે જ્ઞાનને અને ક્રોધને જેણે કર્તાકર્મપણું માન્યું તેણે જ્ઞાનને અને ક્રોધાદિ
પરભાવોને એકમેક માન્યા, જુદા ન જાણ્યા, તો તે પરભાવના કર્તૃત્વથી ક્્યારે
છૂટે? પરભાવની પક્કડ કરે તેને પરભાવ ટળે નહિ ને સ્વભાવના નિર્મળ ભાવો
પ્રગટે નહિ, એટલે ધર્મ થાય નહિ.