: આસો : આત્મધર્મ : ૧૯ :
કર; તે સ્વભાવની ભાવના વડે પર્યાયનો દોષ ટળી જશે ને ને શુદ્ધતા ખીલી જશે,
પર્યાયના જરાક દોષ આડે આખા નિર્દોષ સ્વભાવને ભૂલ્યો તેથી તું ભવમાં ભટક્્યો,
પણ પર્યાયના દોષને મુખ્ય ન કરતાં તે દોષથી જુદા શુદ્ધસ્વભાવને દેખ, ને તેની જ
ભાવના કર, તો પર્યાયમાં પણ તેનું સ્વસંવેદન થશે ને દોષ નહિ રહે.
મારો આત્મા અને જગતના બધા આત્માઓ પણ આવા શુદ્ધસ્વભાવથી ભરેલા
છે; બીજા આત્માને પણ ક્ષણિક દોષ જેટલો ન દેખ પણ તેને શુદ્ધસ્વભાવના પિંડરૂપ
દેખ. બધાય આત્માને શુદ્ધસ્વભાવપણે દેખવા–તેમાં પોતાની શુદ્ધાત્મભાવનાનું જોર છે.
બધા આત્માને દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધપણે દેખે ત્યાં કોના ઉપર રાગ–દ્વેષ–થાય? ક્્યાંય ન
થાય. એટલે આ ભાવનામાં પરિણતિ રાગદ્વેષથી છૂટીને અંર્તસ્વભાવમાં વળે છે ને
વીતરાગતા થાય છે.
વિકાર તે હું, અલ્પજ્ઞ તે હું, ક્રોધી હું, રોગી હું, દુઃખી હું–એવી ભાવના ન ભાવવી,
હું તો નિર્દોષ શુદ્ધ પરમસ્વભાવી આત્મા, હું સર્વજ્ઞતાનો પૂંજ, હું ક્રોધાદિ રહિત શાંત, હું
શરીર રહિત, હું પરમ આનંદમય–એમ ઉત્તમ સ્વભાવની ભાવના નિરંતર ભાવવી.
સમયસારમાં જયસેનાચાર્યની ટીકામાં પણ શાસ્ત્રના તાત્પર્ય તરીકે આવી જ ભાવના
કરવાનું કહ્યું છે; એ જ ભવ્ય જીવોનું નિરંતર કર્તવ્ય છે, ને એ મંગળરૂપ છે.
આત્મધર્મ
આ અંકની સાથે આત્મધર્મ–માસિકનું ૨૨મું
વર્ષ પુરું થાય છે. આગામી અંકથી ૨૩મું વર્ષ
શરૂ થશે. નવા વર્ષનું લવાજમ (ચાર રૂપીઆ)
વેલાસર મોકલીને વ્યવસ્થામાં સહકાર આપવા
વિનંતિ છે. લવાજમ વેલાસર મોકલવામાં
આપની જરાક તકલીફ સંસ્થાના અને રાષ્ટ્રની
સરકારી કચેરીઓ ઉપરના કામના દબાણને
ઓછું કરવામાં સહાયરૂપ થશે. લવાજમ
મોકલવાનું સરનામું:–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)