: ૧૮ : આત્મધર્મ : આસો :
આવા શુદ્ધસ્વભાવની ભાવના સિવાય બીજી કોઈ (રાગની કે સંયોગની)
ભાવનાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–વીતરાગતા–કેવળજ્ઞાન કે મોક્ષ થતો નથી, ધર્મ
થતો નથી, આનંદ થતો નથી. માટે મુમુક્ષુએ આ ભાવના નિરંતર કરવાયોગ્ય છે.
સર્વજ્ઞદેવના શાસનનો સાર, દિવ્યધ્વનિનું તાત્પર્ય અને બાર અંગના રહસ્યનો નીચોડ
‘जगत्त्रये वालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयनयेन
तथा सर्वेऽपि जीवाः इति निरंतर भावना कर्तव्येति।’–ત્રણ લોકમાં અને ત્રણે કાળે હું
આવો (સ્વભાવથી ભરેલો ને સર્વ વિભાવથી ખાલી) છું તથા બધા જીવો પણ એવા
જુઓ, આ ભાવના! ત્રણે કાળે ને ત્રણે લોકમાં આવી ભાવના કરવા જેવી છે.
ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે કાળમાં મારો આત્મા આવો શુદ્ધસ્વરૂપ જ છે–એ ભાવના
કરવા જેવી છે. મનથી–વચનથી–કાયાથી એ જ ભાવના કરવા જેવી છે, એ જ ભાવના
પ્રશ્ન:– પહેલાં મનવચનકાયાના વ્યાપારથી હું જુદો છું–એમ કહ્યું હતું ને અહીં
ઉત્તર:– અહીં વિકલ્પ ઊઠે ને મનવચનકાયા તરફ લક્ષ જાય તો તેમાં પણ
શુદ્ધાત્માની ભાવનાની જ મુખ્યતા રાખવી એમ બતાવ્યું છે. મનમાં વિચાર ઊઠે તો તે
શુદ્ધાત્માની ભાવનાના જ પોષાક, વચન નીકળે તો તે પણ શુદ્ધાત્માની ભાવનાના જ
પ્રતિપાદક, અને કાયાની ચેષ્ટા થાય તો તે પણ શુદ્ધાત્માની ભાવનાને જ અનુરૂપ,–એ
રીતે મનવચનકાયાથી પણ શુદ્ધ આત્માની જ ભાવના ભાવવી. આમાં મનવચનકાયાની
ત્રણેકાળે આત્મસ્વભાવ આવો શુદ્ધ છે એમ ભાવના કરવી; ભૂતકાળે પણ હું
આવો શુદ્ધ જ હતો,–પણ ત્યારે હું મારા આ સ્વભાવને ભૂલ્યો હતો. હવે ભાન થતાં
ખબર પડી કે પહેલાં અજ્ઞાનદશા વખતેય મારો સ્વભાવ આવો શુદ્ધ હતો. આમ
પ્રશ્ન:– વર્તમાનમાં તો પર્યાયમાં દોષ છે, તો ત્રણેકાળે શુદ્ધતાની ભાવના કેમ
ઉત્તર:– વર્તમાન પર્યાયમાં અલ્પ દોષ છે પણ ભાઈ! એ જ વખતે પહાડ જેવડો
નિર્દોષસ્વભાવ વિદ્યમાન છે તેને પ્રધાન કર ને તેનો મહિમા લાવીને તેની ભાવના