Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 41

background image
: ૨ : આત્મધર્મ : આસો :
: અનુભવ કરો...ને મોહને છોડો.
અનુભવ કરવાનો અવસર ક્્યો? તો કહે છે કે હમણાં, અત્યારે જ.
હે ભવ્ય! અત્યારે જ સ્વાનુભવ માટેનું ઉત્તમ ચોઘડીયું છે,
અત્યારે જ ઉત્તમ મુહૂર્ત છે; જ્યારે સ્વાનુભવ કર ત્યારે સ્વાનુભવનો
કાળ તે સર્વોત્તમ કાળ છે. માટે જગતની જંજાળની મોહજાળ તોડીને
તું સ્વાનુભવ અભ્યાસમાં લાગ સ્વાનુભવને માટે સંતોના પ્રતાપે
સબ અવસર આ ચૂકા હૈ.
–––––––
त्यजतु जगदिदानी मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत।
इह कथमपि नात्माऽनात्मना साकमेकः किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।।
જગતને સંબોધીને કહે છે : હે જગત્! એટલે કે સંસારના સમસ્ત જીવો! તમે
જ્ઞાનના રસિયા થઈને પર સાથેની એકતાના મોહને છોડો; મિથ્યાત્વપરિણામને સર્વથા
છોડો.–
ક્્યારે? તત્કાલ....હમણાં જ...અત્યારે જ છોડો. અત્યારે જ એને છોડવાનો અવસર છે.
વાહ! જુઓ, આ સ્વાનુભવની પ્રેરણા! અત્યારે જ આવો સ્વાનુભવ કરો.
સ્વાનુભવનો આ અવસર છે.
આત્મા પર સાથે કદી એકમેક થઈ ગયો નથી, છતાં મોહથી જીવ તેની સાથે
એકપણું માની બેઠો છે....તેને કહે છે કે અરે જીવો! આ મોહને છોડવાના ટાણાં આવ્યા
છે, ચૈતન્યના આનંદને અનુભવવાના આ ટાણાં આવ્યા છે.–માટે સ્વાનુભવના રસિયા
થઈને તત્કાળ હમણાં અત્યારે જ મોહને છોડો. જ્યાં અંતરમાં શુદ્ધઆત્માને લક્ષમાં
લઈને તેનો રસિક–રુચિવંત થયો ત્યાં ક્ષણમાત્રમાં મોહ છૂટી શકે છે. મોહ ક્યારે છૂટશે?
એવા વિચારની વાત નથી; અરે, અત્યારે જ મોહને છોડવાનો અવસર છે. સ્વાનુભવનું
અત્યારે જ ઉત્તમ ચોઘડિયું છે.
પ્રવચનસારમાં પણ અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે–સ્યાદ્વાદવિદ્યાના બળથી
વિશુદ્ધ– જ્ઞાનની કળાવડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે જ
ભવ્યજીવો પરમ