Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 41

background image
ગુરુદેવ કહે છે.
ગુરુદેવ વારંવાર કહે છે કે અરે જીવ! તું મહિમા તારા
સ્વભાવનો કર.
ચાર ગતિના શરીરને ધારણ કરવા તે તો શરમ છે.
અશરીરી આત્મામાં ઉપયોગ જોડીને, તેને સ્વ વિષય
બનાવીને તેમાં ઠર...તો આ શરમજનક જન્મો છૂટે.
નિજસ્વરૂપની પ્રાપ્તિ તે આત્માર્થીનો મનોરથ છે;
પોતાના સ્વરૂપ વગર એક ક્ષણ પણ આત્માર્થીને ગમે નહિ.
આત્મપ્રાપ્તિ વગરનું જીવન આત્માર્થી કેમ જીવી શકે?

નિજસ્વરૂપના અંતરંગ પ્રયાસથી સમ્યક્ત્વ અત્યંત
સુગમ હોવા છતાં જીવે આટલા બધા કાળ સુધી તે કાર્ય કેમ
ન કર્યું.–એનો પણ ખેદ છોડીને હવે પ્રસન્નતાથી ને ઉત્સાહથી
જીવે તે કાર્ય તત્કાળ કરવા જેવું છે. જાણે અત્યારે જ સત્સંગે
આત્મ ચિંતનથી સ્વાનુભવ કરીએ.
સંતો આપણને સદાય કેટલી આત્માની પ્રેરણા આપી
રહ્યા છે! જાણે સમ્યક્ત્વ જ સાક્ષાત્ આપી રહ્યા છે. એમના
જીવનનું સૂક્ષ્મતાથી અવલોકન કરતાં પણ સમ્યક્ત્વ થઈ
જાય–એવા સંતો આપણી સમક્ષ બિરાજીને સદાય આપણા
ઉપર મહાન કૃપા કરી રહ્યા છે. એ કૃપાના પ્રતાપે આપણે
આપણું સ્વાનુભવ–કાર્ય સાધી લેવાનું છે. અત્યારે તો
દુનિયામાં બીજું બધુંય ભૂલી જઈને આ એક જ કાર્યમાં
બધી તાકાત લગાવવાની છે.
(એક પત્ર)