મુ મુ ક્ષુ ની જી વ ન ભા વ ના
(મુમુક્ષુને જીવનમાં સદાય કેવી ભાવના હોય છે તેના દશ બોલ)
(૧) મેં મારા જીવનમાં સંતોની સેવાનું ને આત્માને સાધવાનું ધ્યેય અપનાવ્યું છે.
(૨) મારા આ સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિને માટે ઉત્કૃષ્ટ ઉત્સાહપૂર્વક મારે દિનરાત ઉદ્યમ
કરવાનો છે.
(૩) આવા ઉદ્યમવંત સાધર્મીજનો પ્રત્યે અત્યંત વાત્સલ્યભાવે વર્તીશ.
(૪) મારા ધ્યેયને સાધવા માટે જ્ઞાનભાવના અને વૈરાગ્યભાવના એ બે મારા સદાય
સાથીદાર છે. એમની સહાય વડે હું મારા ધ્યેયને સદાય તાજું રાખીશ.
(પ) જીવનમાં સુખ–દુઃખની ગમે તેવી ઉથલપાથલમાંય હું મારા ધ્યેયને કદી ઢીલું પડવા
નહિ દઉં, તે માટે ઉત્તમપુરુષોના આદર્શજીવનને સદાય મારી નજરસમક્ષ રાખીશ, ને
આરાધનાનો ઉત્સાહ વધારીશ.
(૬) દેવ–ગુરુ–શાસ્ત્રની સેવાના સત્કાર્યો માટે મારા જીવનને સદાય ઉત્સાહિત રાખીશ,
ને ઉલ્લાસપરિણામથી તેમાં પ્રવર્તીશ.
(૭) આ જીવન છે તે આત્મસાધના માટે જ છે, તેથી તેની ક્ષણ પણ નિષ્પ્રયોજન ન
વેડફાય, ને પ્રમાદ વગર આત્મસાધના માટે જ પ્રત્યેક ક્ષણ વીતે એ માટે સતત જાગૃત
રહીશ હરરોજ આત્મામાં ઊંડો ઊતરવાનો અભ્યાસ કરીશ.
(૮) મારા હિત માટે ગુરુદેવ વારંવાર કહે છે કે અરે જીવ! તું તારા સ્વભાવનો મહિમા
કર. ચારગતિના શરીર ને પરભાવોમાં વર્તતું તે શરમ છે; અશરીરી આત્મામાં ઉપયોગને
જોડીને તેને સ્વવિષય બનાવીને તેમાં ઠર....તો આ શરમજનક જન્મો છૂટે, ને ક્ષણક્ષણ
જે દુઃખ થાય છે તે મટે.
(૯) નિજસ્વરૂપની પ્રાપ્તિ તે આત્માર્થીનો મનોરથ છે. પોતાના સ્વરૂપ વગર
આત્માર્થીને એક ક્ષણ પણ ગમે નહિ.
(૧૦) સન્તો આપણને સદાય કેટલી આત્મપ્રેરણા આપી રહ્યા છે! જાણે સમ્યક્ત્વ જ
સાક્ષાત્ આપી રહ્યા છે. એમના જીવનનું સૂક્ષ્મતાથી અવલોકન કરતાં પણ સમ્યક્ત્વ
થઈ જાય. આવા સન્તો આપણી સમક્ષ બિરાજીને સદાય આપણા ઉપર મહાન કૃપા કરી
રહ્યા છે. એ કૃપાના પ્રતાપે આપણે આપણું સ્વાનુભવકાર્ય સાધી લેવાનું છે. જીવનમાં
બીજું બધું ભૂલી જઈને આ એક જ આત્મકાર્યમાં બધી તાકાત લગાવવાની છે.
પંચ પરમેષ્ઠી પ્રભુને નમસ્કાર હો.