દેહરૂપી ડબ્બીમાં કષાયરૂપી કાટની વચ્ચે રહેલું ચૈતન્યપ્રકાશથી ચમકતું આત્મરત્ન
જડ દેહથી જુદું છે ને કષાયરૂપી કાટથી પણ જુદું છે. ડબ્બીમાંથી રત્ન ઉપાડી લ્યો
ત્યાં તે ડબ્બીથી ને કાટથી જુદું જ છે, તેમ રાગથી ને દેહથી પાર ચૈતન્યતત્ત્વને
અંતરદ્રષ્ટિમાં લ્યો ત્યાં તે તત્ત્વ રાગથી ને દેહથી પાર ચૈતન્યતેજપણે અનુભવમાં
આવે છે.
વિરક્ત થઈને તે શુદ્ધાત્માને જ ચિંતવે છે; તેને સંસાર છૂટી જાય છે. માટે
ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધાત્મધ્યાન કર્તવ્ય છે. આવા ધ્યાન વગર બીજા ઉપાયથી આત્મા
જાણવામાં આવી જાય–એવો એનો સ્વભાવ નથી.