Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 37

background image
: કારતક : આત્મધર્મ : ૯ :
गाढा–पक्का भेदज्ञान
અને અમૃતની વૃષ્ટિ)
(કલશટીકા–પ્રવચન: કળશ: ૨૦૩)
દેહાદિનો કે જડકર્મનો કર્તા જીવ નથી; અને જીવની પર્યાયમાં જે
અશુદ્ધચેતનારૂપ રાગ–દ્વેષ થાય છે તે જડનું કાર્ય નથી, પણ જીવ એકલો જ વ્યાપ્ય–
વ્યાપકભાવથી તેને કરે છે. જીવના અશુદ્ધ પરિણામમાં પુદ્ગલનું વ્યાપ્ય–
વ્યાપકપણું નથી, ને પુદ્ગલના કાર્યોમાં જીવનું વ્યાપ્ય–વ્યાપકપણું નથી, એટલે કે
જીવ તથા અજીવને એકમેકપણું નથી. અત્યંત જુદાપણું છે.
જીવ અને અજીવ બંને ભેગા થઈને રાગદ્વેષ કરે છે એમ પણ નથી. રાગાદિ
અશુદ્ધ પરિણામને જીવ પોતે એકલો જ કરે છે ને તેના ફળરૂપ દુઃખને જીવ એકલો
જ ભોગવે છે. બહારના સંયોગને કોઈ જીવ ભોગવતો નથી. પુદ્ગલમાં કાંઈ દુઃખ–
સુખ નથી. અજ્ઞાનીજીવ મોહથી સંયોગમાં સુખ–દુઃખ માને છે.
અરે જીવ! તું દેહમાં સુખ માનીને કે દેહની પ્રતિકૂળતામાં દુઃખ માનીને સૂતો
છો –પણ સાંભળ! તારું તત્ત્વ દેહથી ભિન્ન છે, તારું સુખ–દુઃખ દેહમાં નથી. દેહથી તું
અત્યંત જુદો છે.
એક માણસ સમાય એટલી જ લાંબી–પહોળી લોઢાની કોઠી હોય, પચીસ
હાથ ઊંચી હોય, ક્્યાંયથી હવા આવે તેવું કાણું ન હોય, તેમાં એક સુંવાળા–કોમળ
શરીરવાળા નાનકડા રાજકુંવરને ઉતાર્યો હોય, ને તે કોઠીની ચારે બાજુ જોસદાર
અગ્નિ સળગાવ્યો હોય, તેમાં બફાતા રાજકુમારને જે દુઃખ થાય છે તે દુઃખ
શરીરના કારણે નથી, અગ્નિના કારણે નથી, પણ અંદર કષાયના અગ્નિનું દુઃખ
છે. એ કોઠીમાં પૂરાયેલા રાજકુમાર કરતાંય અનંતગુણા પ્રતિકૂળ સંયોગો પહેલી
નરકના નાનામાં નાના (૧૦, ૦૦૦ વર્ષના આયુષવાળા) જીવને છે. છતાં ત્યાં
સંયોગનું દુઃખ નથી. ત્યાં પણ કોઈ જીવ દેહથી પાર ચિદાનંદતત્ત્વની અનુભૂતિ
પ્રગટ કરીને પરમ આનંદને આસ્વાદે છે. –એવા અસંખ્યાતા જીવો પહેલી નરકમાં
છે, સાતમી નરકમાંય અસંખ્ય જીવો છે. દેહનું દુઃખ કોઈને નથી. (ગુરુદેવના
મુખેથી આ અમૃતધારા વરસતી હતી ત્યાં બહારમાં એકાએક વરસાદ આવ્યો. –તે
પ્રસંગના ગુરુદેવના ઉદ્ગાર માટે આ લેખનો છેલ્લો ભાગ જુઓ.)
હવે એ જ રીતે કોઈ જીવ ઉત્તમ મિષ્ટાન્ન ખાઈને, કેરીનો રસ ને ગુલાબજાંબુ
ખાઈને, કોમળ પથારીમાં ઠંડી હવામાં સૂતો હોય, ઈન્દ્રાણી જેવી સ્ત્રી પંખો ઢાળતી હોય,