Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 37

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક :
છતાં તે જીવને શરીરના સંયોગનું કિંચિત્ સુખ નથી; તે પણ મોહથી દુઃખી જ છે.
અનુકૂળ–પ્રતિકૂળ સંયોગથી કોઈ જીવ સુખી–દુઃખી નથી. પોતાની અશુદ્ધ–ચેતનારૂપ
રાગ–દ્વેષથી જ જીવ દુઃખી છે. શુદ્ધસ્વભાવી ભગવાન તે પોતાને ભૂલીને ભવમાં
ભટકી રહ્યો છે. દસહજાર વર્ષથી શરૂ કરીને એકેક સમયની વૃદ્ધિથી ૩૩
સાગરોપમના અસંખ્યાતા વર્ષો સુધીના અસંખ્ય પ્રકારની સ્થિતિના જે અસંખ્ય
ભવ, તે એકેક ભવમાં જીવ અનંત અનંતવાર ઉપજી ચૂક્્યો છે. અનંત ગુણથી
ભરપૂર ભગવાન, એકેક ગતિમાં અનંત ભવ કરી ચૂક્્યો છે. અરે જીવ! તું તારું
ભગવાનપણું તો ભૂલ્યો, ને તેં જે ભવ કર્યા તેને પણ તું ભૂલ્યો. ૧૦ હજાર વર્ષ,
પછી એક સમય વધારે, પછી બે સમય વધારે –એમ વધતાં વધતાં સાતમી નરકનું
૩૩ સાગરનું આયુષ્ય, –એની વચ્ચે જેટલા ભવ થાય–એટલા અસંખ્યાતા ભવ, તે
દરેક ભવમાં અનંતવાર જીવ ઉપજી આવ્યો, ને અનંતી પ્રતિકૂળતા વચ્ચેથી એવો ને
એવો સોંસરવટ નીકળ્‌યો; એ જ રીતે સ્વર્ગની અનુકૂળતાના ભવ પણ
દસહજારવર્ષથી માંડીને ૩૧ સાગરોપમ સુધીની સ્થિતિના અનંતવાર કર્યા. છતાં
નરકના સંયોગનું દુઃખ નથી કે સ્વર્ગના સંયોગવાળો સુખી નથી. રાગ–દ્વેષભાવને
એકલો અજ્ઞાનપણે કરતો થકો મોહથી અજ્ઞાની જીવ દુઃખી છે.
તારા અશુદ્ધ પરિણામનો કર્તા તું છો; ને ભેદજ્ઞાન વડે તે કર્તાપણું છૂટી શકે
છે. માટે પરથી ભિન્ન તારા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને અત્યંત ગાઢ–પાકું
ભેદજ્ઞાન કર. અનાદિથી પર સાથે જે ગાઢ એકત્વબુદ્ધિ છે તેને ગાઢ ભેદજ્ઞાનવડે દૂર
કર....ઘણા ઘણા પ્રકારે ભેદજ્ઞાનનો અભ્યાસ કરીને દ્રઢ–પાકું–ગાઢ ભેદજ્ઞાન કર.
ક્્યાંય પર સાથે અંશમાત્ર એકત્વબુદ્ધિ ન રહે, ને જ્ઞાન સાથે રાગાદિની પણ
અંશમાત્ર એકતાબુદ્ધિ ન રહે –એવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને તારા ભિન્ન
જ્ઞાનસ્વભાવને અનુભવમાં લે. જેના અનુભવથી તારું આ દુઃખદાયી ભવભ્રમણ
ટળશે ને આત્મામાં શીતળ અતીન્દ્રિય આનંદરસની ધારા વહેશે.
સખ્ત ગરમીમાં અમૃતની વૃષ્ટિ
આસો વદ સાતમે બપોરનું આ પ્રવચન ચાલતું હતું, ગુરુદેવ વૈરાગ્યનું
અમૃત વરસાવતા હતા; સખત ગરમી હતી; ત્યાં એકાએક ધોમધખતા તડકા
વચ્ચે ધોધમાર વરસાદ આવ્યો, ને તરત ગુરુદેવે કહ્યું: અરે, સાતમી નરકની
ધોમધખતી પીડા વચ્ચે રહેલો જીવ ત્યાં સમ્યગ્દર્શન પામે છે ને આત્મામાં
અમૃતના વરસાદ વર્ષે છે. સાતમી નરકની પ્રતિકૂળતાની જ્વાળા વચ્ચે પણ
અંતરદ્રષ્ટિવડે ચૈતન્યના શીતળ–શાંત અમૃતને વેદે છે. સંયોગમાંથી દ્રષ્ટિ પાછી
ખસેડીને સ્વભાવમાં દ્રષ્ટિ જોડતાં આત્મામાં પરમ–આનંદના ધોધ વરસે છે, ને
અનાદિના મોહનો તીવ્ર આતાપ મટીને પરમ શીતળતા અનુભવાય છે.