Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: કારતક : આત્મધર્મ : ૧૧ :
ભગવતી જિનવાણીનું ફરમાન
(જિનવાણી બતાવે છે–વચનઅગોચર વસ્તુ)
શાસ્ત્રો કાંઈ એમ નથી કહેતા કે તું અમારી સામે
જોયા કર. શાસ્ત્રો તો કહે છે કે તું તારી સામે જો. અમારું
લક્ષ છોડીને અંતર્મુખ થા ને તારા આત્માને ધ્યાનમાં
લે. તારામાં તારું પરિપૂર્ણ સામર્થ્ય છે તેનો તું આશ્રય
કર–એવું ભગવતી જિનવાણીનું ફરમાન છે. જેણે
સ્વાશ્રયથી આત્માને જાણ્યો તેણે જ જિનવાણીની
આજ્ઞા માની; જિનવાણીએ જેવો કહ્યો તેવો આત્મા
તેણે અનુભવમાં લીધો–એ જ જિનવાણીની ઉપાસના
છે. ગણધરો–ઈન્દ્રો– ચક્રવર્તીઓની સભામાં
તીર્થંકરભગવાને સ્વાશ્રિતમાર્ગનો ઢંઢેરો પીટીને ઉપદેશ
આપ્યો છે. જેણે સ્વાશ્રિતમાર્ગ જાણ્યો તેણે જ
સર્વશાસ્ત્ર જાણ્યા.
(પરમાત્મ–પ્રકાશ–પ્રવચન : ગાથા ૨૩)
* * * * *

આ સ્વાનુભવગમ્ય પરમાત્મતત્ત્વ એવું નથી કે શબ્દો વડે જેને જાણી
શાસ્ત્રથી આત્મા ન જણાય–એમ કોણ કહે છે? –શાસ્ત્રો પોતે જ એમ કહે
છે. અરે ભાઈ! શું પર તરફના વલણથી આત્મા જણાય? ના; અરે અંદરના
તારા વિકલ્પથી પણ આત્મા નથી જણાતો, ત્યાં પરની શી વાત? શાસ્ત્ર
તરફનો વિકલ્પ તે પુણ્યબંધનું કારણ છે; તેને જો મોક્ષનું કારણ માનીને સેવે તો
મિથ્યાબુદ્ધિ થાય છે.