: ૨ : આત્મધર્મ : કારતક :
મહિમા અહો એ જ્ઞાનનો
(દીવાળીની બોણીમાં સન્તો ચૈતન્યના નિધાન આપે છે)
કેવળજ્ઞાનસ્વભાવી આત્માના અપાર મહિમાપૂર્વક પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–હે
જીવ! સર્વજ્ઞ પરમાત્માએ તારા આવા ચૈતન્યનિધાન આપ્યા છે તે અમે
સર્વજ્ઞના પ્રતિનિધિ તરીકે તને બતાવીએ છીએ. અહો, આવા નિધાન મળતાં
મુમુક્ષુ કેવો રાજી–રાજી થાય! વાહ! સંતોએ મારા અપાર નિધાન મને
આપ્યાં.–દીવાળીની બોણીમાં સંતોએ કૃપાપૂર્વક મને ચૈતન્યનિધાન આપ્યા.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન ગા. ૩૮–૩૯)
સંતોના ધ્યાનમાં જે આનંદસહિત પ્રગટે છે એવો, કેવળજ્ઞાનસ્વભાવથી ભરપૂર
આત્મા જ પરમ ઉપાદેયરૂપ છે. જેના આનંદની, જેના જ્ઞાનસ્વભાવના સામર્થ્યની શી
વાત? એ સ્વભાવના મહિમા પાસે બીજા બધાયનો મહિમા ઊડી જાય છે.
ચારે બાજુ અનંત–અમાપ એવું જે ખાલી આકાશ (અલોકાકાશ) જેની
મધ્યમાં આ લોક એક રજકણ જેટલો છે; તે અનંત અલોક પણ જ્ઞાનરૂપી ગગનમાં
એક નક્ષત્ર સમાન ભાસે છે, આવું વિશાળ જ્ઞાનસામર્થ્ય છે; અનંત અલોકની
વિશાળતા કરતાંય જેના જ્ઞાનસામર્થ્યની વિશાળતા અનંતગુણી છે,–આવો તારો
સ્વભાવ છે, તેને હે જીવ! તું વીતરાગીદ્રષ્ટિથી ઉપાદેય કર. આવા જ્ઞાનસ્વભાવને
ઉપાદેય કરીને જ્યાં લીન થયો ત્યાં લોકાલોક તો સ્વયમેવ જ્ઞેયપણે આવીને જ્ઞાનમાં
ઝળકે છે.
અહા, ચૈતન્યના આ મહાસાગર પાસે પુણ્ય–પાપ કે અલ્પજ્ઞતા પણ તુચ્છ
ભાસે છે. એકકોર મોટો ચૈતન્ય ભગવાન આખા જગતનો જ્ઞાતા, ને બીજીકોર
આખું જગત જ્ઞેયપણે; છતાં જ્ઞાન પાસે જ્ઞેય તો અનંતમા ભાગના લાગે છે. આવા
જ્ઞાનસ્વભાવને ઉપાદેય કર. જેની પાસે ચાર જ્ઞાન પણ અનંતમા ભાગના અલ્પ
તું જ છો. અહા, આવા બેહદ જ્ઞાન સાથે આનંદ પણ બેહદ છે.
જ્ઞાન સ્વભાવમાં અતીન્દ્રિય આનંદરસ જામેલો પડ્યો છે; જ્ઞાન ને આનંદથી
ભરપૂર આત્મા–એના નિધાન સન્તો તને બતાવે છે. સન્તો દીવાળીની બોણીમાં ચૈતન્યના
નિધાન આપે છે. સંતો કહે છે કે હે જીવ! સર્વજ્ઞ પરમાત્માએ તારા આવા ચૈતન્યનિધાન
આપ્યા છે, તે અમે સર્વજ્ઞના પ્રતિનિધિ તરીકે તને બતાવીએ છીએ. અહો, આવા નિધાન
મળતાં મુમુક્ષુ કેવો રાજી–રાજી થાય!! વાહ! સંતોએ મારા અપાર નિધાન મને આપ્યાં.