વીર સં. ૨૪૯૨ માગશર : વર્ષ ૨૩ : અંક ૨
પરિણામને સ્વ તરફ ઉલ્લસાવ
ગૃહકાર્ય–સંસારકાર્ય તરફના પરિણામ જેટલા
ઓછા જાય તેટલું સારૂં; વધુમાં વધુ પરિણામ
આત્માના હિત તરફના થાય એ ખાસ જરૂરી છે, એ
પરપરિણામ તો જીવને ઝટ સુગમ થઈ જાય છે,
સ્વ–પરિણામ માટે ખૂબ જ જાગૃત રહેવાનું છે.
સતત ઉદ્યમ વડે સ્વપરિણામને સહજ કરવાના છે.
આત્માની અપાર લગનીથી સ્વ. તરફનો તીવ્ર અને
ઊંડો અભ્યાસ જગાડતાં પર તરફના પરિણામ તૂટી
જશે, ને સ્વ તરફના પરિણામથી અપૂર્વ આત્મહિત
સધાશે. હે જીવ! આત્મલગની એવી લગાડ કે
સ્વપરિણામ સુગમ બની જાય ને પરપરિણામ
બોજારૂપ લાગે. આવી આત્મપ્રીતિ કરીશ ત્યારે તને
તારું આત્મસુખ અનુભવમાં આવશે.
૨૬૬
(માગશર–પોષ સંયુક્ત અંક વર્ષ ૨૩ અંક ૨–૩ સળંગ નંબર ૨૬૬–૨૬૭)