છે. ગુરુદેવની વાણી આત્માર્થીને શૂરવીરતા જગાડનારી છે ને મુમુક્ષુને મોક્ષમાર્ગ દેખાડનારી છે.
ગુરુદેવની આવી વાણીને પ્રકાશિત કરતાં ‘આત્મધર્મ’ ને આજકાલ કરતાં ત્રેવીસ વર્ષ થયા.
‘આત્મધર્મ’ દ્વારા ગુરુદેવની આવી મંગળ વાણીની સેવાનું, ને તેમની ચરણછાયામાં વસવાનું
સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તે મારા જીવનમાં મહાન લાભનું કારણ બન્યું છે; ગુરુદેવની પરમકૃપા અને
ઉપકારો જોતાં હૃદય ભક્તિથી ભીંજાઈ જાય છે.
અનુલક્ષીને આત્મધર્મના વધુ ને વધુ વિકાસની ભાવના છે. તેમાં સર્વે વડીલો અને સાધર્મીઓના
સહકારને આવકારીએ છીએ. આત્મધર્મને પોતાનું જ સમજીને અનેક જિજ્ઞાસુઓએ તાર–
ટપાલદ્વારા કે રૂબરૂ જે પ્રેમ પ્રદર્શિત કરેલ છે તે બદલ તેમના આભારી છીએ.
પહોચે–તે માટે આત્મધર્મને પાક્ષિક બનાવવાની ઘણા જિજ્ઞાસુઓની માગણી છે ને સંસ્થાએ પણ
તે ધ્યેય સ્વીકાર્યું છે. ગુરુદેવના પ્રતાપથી ને મુમુક્ષુઓના સહકારથી તે ધ્યેય વેલાસર પાર પડે
એમ ઈચ્છીએ છીએ. આવતા અંકથી શરૂ થતો “બાલવિભાગ” પણ બાળકોને આનંદપૂર્વક
ધર્મમાં રસ લેતા કરશે. આવતા અંકથી આત્મધર્મનું પ્રકાશન એકદમ નિયમિત થઈ જશે.
આત્મધર્મના વિકાસ માટે સલાહ–સૂચનાઓ મોકલવા સૌને પ્રેમભર્યું આમંત્રણ છે.