
એ જ રીતે કાળ વગર પરિણમન ન થાય–એમ નિમિત્તથી કહેવાય; પણ ત્યાં તો
થાય છે.
અધર્માસ્તિ વગર સ્થિતિ નહિ,
કાળ વિના પરિણમન નહિ,
પુદ્ગલ વિના લોકયાત્રા નહિ,
સંસાર – મોક્ષદશાનો કરનાર કોણ? ને જાણવાનો સ્વભાવ કોનો? તું સંયોગને ન જોતાં
વસ્તુના સ્વભાવને જો. વસ્તુમાં જે અલૌકિક સામર્થ્ય છે તેને તું જાણ.
જ્ઞાનસામર્થ્ય તો સર્વજ્ઞેયો કરતાંય અનંતગણું છે. –એટલે તે જ્ઞાનસામર્થ્ય જ્ઞેયના
અવલંબન વગર પોતાના સ્વભાવથી જ છે. જ્ઞેય ખૂટ્યાં પણ જ્ઞાન ન ખૂટયું–આટલી તો
એક સમયની પર્યાયની તાકાત, –તો આખા જ્ઞાનગુણના દરિયાનું તો શું કહેવું? ને એવા
અનંતગુણનો પિંડ જે આખો આત્મા–એના અચિંત્યસ્વભાવનું તો શું કહેવું? જેના એક
અંશમાં પણ બેહદ તાકાત–તો આખા સામર્થ્યની શી વાત!! આવા જ્ઞાનનું પૂજન કર,
તેનું બહુમાન કર...તારી ચૈતન્યલક્ષ્મીના બેહદ ભંડાર ખૂલી જશે.
આવે તેવો છે.