: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૬૩ :
હાલમાં ચર્ચામાં અનેક વિધવિધ સુંદર
ન્યાયો આવે છે. ગુરુદેવ પ્રમોદથી જિનશાસનનાં
રહસ્યો, અને “જ્ઞાની’ના જ્ઞાનની નિર્મળતાનો
ખાસ મહિમા અવારનવાર સમજાવે છે, તે
સાંભળતાં સભાજનો રોમેરોમે ઉલ્લસિત થાય
છે. માગસર સુદ અગિઆરશની રાત્રે ચર્ચામાં
સર્વજ્ઞસ્વભાવને અનુલક્ષીને ઘણા ન્યાયો કહ્યા.
જિનશાસનનો ખૂબ મહિમા કર્યો....મુમુક્ષુએ
બધા પડખેથી પોતાનો નિર્ણય દ્રઢ કરવો જોઈએ. નિર્ણય એવો ચોકખો જોઈએ કે કોઈ
તરફથી વિપરીતતા ન રહે.
ગુરુદેવે સભાજનોને સંબોધીને પૂછયું–
કેવળી ભગવાન એક તરફથી એમ કહે છે કે જે સમયે જેમ થવાનું મેં કેવળજ્ઞાનમાં
જાણ્યું છે તે સમયે તેમ જ થાય; ને વળી ‘નિયતવાદ એટલે કે જે સમયે જે નિયત છે તે જ
થાય’ એમ માનનારને મિથ્યાત્વ કહે,–તો એ બંનેમાં મેળ કઈ રીતે છે? તેનું સમાધાન ક્્યા
પ્રકારે છે! એમ સભાજનોમાં ઘણાને પૂછયું....ને છેવટે પોતે જ તેનો ખુલાસો કરતાં કહ્યું કે
કેવળી ભગવાને જે સમયે જે પર્યાય થવાની જોઈ છે તે એકલી પર્યાય નથી જોઈ, પણ તેની
સાથે વસ્તુનો સ્વભાવ પણ જોયો છે, તે તે પર્યાયની સાથે યોગ્ય પુરુષાર્થ પણ જોયો છે,
વસ્તુના અનંતસ્વભાવો એક સાથે જોયા છે. એ બધાના સ્વીકારપૂર્વક જ ‘સર્વજ્ઞે જોયું તેમ
થાય’ એ વાત સમજી શકાય ને એ રીતે જે સમજે તેને તો સ્વભાવના સ્વીકારથી
સ્વસન્મુખ પુરુષાર્થ ઉપડેલો જ છે. તે તો ‘જ્ઞાતા’ થઈને બધું સ્વીકારે છે, એટલે તેને
નિયત–એકાન્ત નથી રહેતું. તેને તો પુરુષાર્થ, સ્વભાવ વગેરે અનંતધર્મો એક સાથે પ્રણમી
રહ્યા છે.
કેટલીક પર્યાય નિયત, ને કેટલીક અનિયત એમ ભગવાને નથી જોયું; પણ નિયત
સાથે નિયત સિવાયના બીજા પણ, સ્વભાવ–પુરુષાર્થ વગેરે બધા ભાવો ભગવાને જોયા છે,
તેથી તે બધા ભાવોને એક સાથે જે સ્વીકારે તેને એકાન્ત નિયતપણું નથી રહેતું, તેને તો
સાચું અનેકાન્તપણું થાય છે. અનંતધર્મવાળી વસ્તુના સ્વીકારપૂર્વક તે પોતે જ્ઞાતાપણે જ
પરિણમવા લાગ્યો; રાગનેય કરું એવું એના જ્ઞાનભાવમાં રહ્યું નથી. એકલું નિયત માને ને
તેની સાથેના સ્વભાવ, પુરુષાર્થ વગેરે ભાવો જેને ન ભાસે, તેણે ભગવાને કહેલા ભાવો
જાણ્યા નથી, એણે તો પોતાની કલ્પનાથી એક ભાવ એકાન્ત પકડ્યો છે એટલે તે
નિયતવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યો; એમ તો એકલા સ્વભાવવાદીને ય મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે,
એકાન્ત પુરુષાર્થવાદીને ય મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. –તેનો અર્થ શું? કે બધા ભાવો એક સાથે