Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 55

background image
: ૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
એક જીવ ચક્રવર્તી થઈને પછી કેવળજ્ઞાન પામે ને બીજો જીવ સામાન્યપણાથી
કેવળજ્ઞાન પામે, પણ બંનેનું સુખ સરખું છે. એક જીવ સામાન્ય કેવળીપણે મોક્ષ પામે,
બીજો જીવ તીર્થંકર થઈને મોક્ષ પામે, તેથી કાંઈ બંનેના આનંદમાં જરાય ફેર નથી,
આનંદ બંનેનો સરખો છે. અહો, અમે અમારા સ્વરૂપમાં જ્યારે લીન થઈને છીએ ત્યારે,
દીક્ષાકાળે તીર્થંકરોએ જેવો નિર્વિકલ્પઆનંદ ધ્યાનમાં અનુભવ્યો તેવો જ આનંદ અમે
અનુભવીએ છીએ. ચાર જ્ઞાનધારી જીવ જેવા આનંદને અનુભવે તેવા જ આનંદને મતિ
શ્રુતજ્ઞાની પણ સ્વાનુભવમાં અનુભવે છે. આ રીતે આત્માના આનંદને અનુભવતા–
અનુભવતા ધર્મી જીવ મોક્ષને સાધે છે. અજ્ઞાનીને એવા આનંદના નમુનાની પણ ખબર
નથી સમ્યગ્દર્શન થતાં એવા આનંદનો નમુનો અનુભવમાં આવી જાય છે, સિદ્ધના ને
એના આનંદની એક જ જાત છે. આવો જેને અનુભવ છે તે જ જીવ સુખી છે.
એક મંત્ર
શાંતિનું ધામ છે. અનિત્યતાના ને અશાંતિના બનાવો તો જગતમાં
સદાય બની જ રહ્યા છે. હાલમાં રોજ–બરોજ ઝડપભેર એવા મોટા
બનાવો બની રહ્યા છે કે જે સારાય રાષ્ટ્રને અસર કરે છે ને
સંસારનું અસારપણું તથા ક્ષણભંગુરપણું જોરશોરથી પ્રસિદ્ધ કરી
રહ્યા છે,–જેનું સ્વરૂપ વિચારતાં સંસારમાંથી મુમુક્ષુનું ચિત્ત એકદમ
હટીને સ્વરૂપનું શરણ શોધવા તત્પર બને છે. સંસારનું આવું
અસ્થિર સ્વરૂપ જાણીને સંતો વેગપૂર્વક વૈરાગ્યપંથે વળ્‌યા.....ને
નિજસ્વરૂપમાં ઢળ્‌યા. દુનિયાને
‘जगदस्थिरम्’ નો મંત્ર આપીને
સમજાવ્યું કે, આકાશમાં કે પાતાળમાં જીવ મરણથી બચી શકતો
નથી.....મરણથી બચાવનાર એક જ વસ્તુ છે...... અને તે
રત્નત્રયધર્મ.