Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
આત્મા કર્તા થઈને જડક્રર્મને બાંધે–એવું વસ્તુસ્વરૂપમાં નથી.
જડકર્મ આત્માને વિકાર કરાવે–એવું વસ્તુસ્વરૂપમાં નથી.
મંદકષાયના પરિણામ સમ્યક્ત્વનો આધાર થાય એવું વસ્તુસ્વરૂપમાં
નથી.
શુભરાગથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય–એવું વસ્તુસ્વરૂપમાં નથી.
છતાં અજ્ઞાની એમ માને છે, એ તો બધા ઊંધા અન્યાય છે, ભાઈ, તારા
એ અન્યાય વસ્તુસ્વરૂપમાં સહન નહિ થાય. વસ્તુસ્વરૂપને વિપરીત માનતાં
તારા આત્માને બહુ દુઃખ થશે,–એમ સન્તોને તો કરુણા આવે છે. સન્તો નથી
ઈચ્છતા કે કોઈ જીવને દુઃખ થાય. જગતમાં બધા જીવો સત્ય સ્વરૂપ સમજે ને
દુઃખથી છૂટીને સુખ પામે એવી ભાવના છે.
ભાઈ! તારા સમ્યગ્દર્શનનું આધાર તારું આત્મદ્રવ્ય છે, શુભરાગ કાંઈ
તેનો આધાર નથી. મંદરાગ તે કર્તા ને સમ્યગ્દર્શન તેનું કાર્ય–એમ ત્રણ કાળમાં
નથી. વસ્તુનું જે સ્વરૂપ છે તે ત્રણ કાળમાં આઘુંપાછું નહિ ફરે. કોઈ જીવ
અજ્ઞાનથી એને વિપરીત માને તેથી કાંઈ સત્ય ફરી ન જાય. કોઈ સમજે કે ન
સમજે, સત્ય તો સદા સત્યરૂપે જ રહેશે, તે કદી ફરશે નહિ. જેમ છે તેમ તેને જે
સમજશે તે પોતાનું કલ્યાણ કરી જશે. ને ન સમજે એની શી વાત? એ તો
સંસારમાં રખડી જ રહ્યા છે.
‘જુઓ, વાણી સાંભળી માટે જ્ઞાન થાય છે ને! પણ સોનગઢવાળા ના
પાડે છે કે વાણીના આધારે જ્ઞાન ન થાય’ એમ કહીને કેટલાક કટાક્ષ કરે છે;
પણ બાપુ, એ તો વસ્તુસ્વરૂપ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા પણ
દિવ્યધ્વનિમાં એમ જ કહે છે કે જ્ઞાન આત્માના આશ્રયે થાય છે, જ્ઞાન તે
આત્માનું કાર્ય છે. દિવ્યધ્વનિના પરમાણુનું તે કાર્ય નથી. જ્ઞાનકાર્યનો કર્તા
આત્મા છે,–નહિ કે વાણીના રજકણો જે પદાર્થના જે ગુણનું જે વર્તમાન હોય
તે બીજા પદાર્થના કે બીજા ગુણના આશ્રયે હોતું નથી. તેનો કર્તા