Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 55

background image
: ૨૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
કોણ? કે વસ્તુ પોતે, કર્તા અને તેનું કાર્ય બંને એકજ વસ્તુમાં હોવાનો નિયમ
છે, તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી.
આ લાકડી ઊંચી થઈ તે કાર્ય; તે કોનું કાર્ય? કે કર્તાનું કાર્ય; કર્તા વગર
કાર્ય ન હોય. કર્તા કોણ? લાકડીની આ અવસ્થાના કર્તા લાકડીના રજકણો
જ છે. આ હાથ, આંગળી કે ઈચ્છા તેનો કર્તા નથી.
હવે અંદરનું સૂક્ષ્મ દ્રષ્ટાંત લઈએ; કોઈ આત્મામાં ઈચ્છા અને
સમ્યગ્જ્ઞાન બંને પરિણામ વર્તે છે; ત્યાં ઈચ્છાના આધારે સમ્યગ્જ્ઞાન નથી.
ઈચ્છા તે સમ્યગ્જ્ઞાનની કર્તા નથી. આત્મા જ કર્તા થઈને તે કાર્યને કરે છે.
કર્તા વગરનું કર્મ નથી ને બીજો કોઈ કર્તા નથી, એટલે જીવકર્તા વડે જ્ઞાનકાર્ય
થાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે
એમ સમજી લેવું.
જુઓ, ભાઈ! આ તો સર્વજ્ઞ ભગવાનના ઘરની વાત છે.....મહા
કલ્યાણની વાત છે, તે સાંભળીને રાજી થવા જેવું છે. અહા! સન્તોએ
વસ્તુસ્વરૂપ સમજાવીને માર્ગ સ્પષ્ટ કરી દીધો. સંતોએ બધો માર્ગ સહેલો ને
સીધોસટ કરી દીધો, તેમાં વચ્યે ક્્યાંય અટકવાપણું નથી. પરથી છૂટું આવું
સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજે તો મોક્ષ થઈ જાય. બહારથી તેમજ અંદરથી આવું
ભેદજ્ઞાન સમજતાં મોક્ષ તો હથેળીમાં આવી જાય છે. હું પરથી તો છૂટો ને
મારામાં એક ગુણનું કાર્ય બીજા ગુણથી નહિ–આ મહાસિદ્ધાંત સમજતાં
સ્વાશ્રયભાવે અપૂર્વ કલ્યાણ પ્રગટે છે.
કર્મ તેના કર્તા વગર હોતું નથી–એ વાત ત્રીજા બોલમાં કરી; ને ચોથા
બોલમાં કર્તાની (–વસ્તુની) સ્થિતિ સદાય એકસરખી હોતી નથી પણ નવા
નવા પરિણામરૂપે તે બદલ્યા કરે છે–એ વાત કહેશે. દર વખતે પ્રવચનમાં આ
ચોથા બોલનો વિશેષ વિસ્તાર થાય છે, આ વખતે બીજા બોલનો વિશેષ
વિસ્તાર આવ્યો.