Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
દેહ કે મજબુત સંકલનના કારણે તે કાર્ય થયું–એમ નથી, પૂર્વની મોક્ષમાર્ગ
પર્યાયના આધારે તે કાર્ય થયું એમ નથી, જ્ઞાન ને આનંદના પરિણામ
એકબીજાના આશ્રયે પણ નથી, દ્રવ્ય જ પરિણમીને તે કાર્યનું કર્તા થયું છે.
ભગવાન આત્મા પોતે જ પોતાના કેવળજ્ઞાનાદિ કાર્યનો કર્તા છે, કોઈ બીજો
નહિ. આ ત્રીજો બોલ થયો.
(૪) વસ્તુની સદા એકરૂપે સ્થિતિ રહેતી નથી
સર્વજ્ઞદેવે જોયેલ વસ્તુનું સ્વરૂપ એવું છે કે તે કાયમ ટકીને ક્ષણે ક્ષણે
નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. અવસ્થા બદલ્યા વગર એમ ને એમ કૂટસ્થ
જ રહે–એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં
સર્વથા એકલું નિત્યપણું નથી, પર્યાયથી પલટાવાપણું પણ છે. વસ્તુ પોતે જ
પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે–એમ નથી. નવી નવી
પર્યાયરૂપે થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે, તો બીજો તેને શું કરે? આ
સંયોગોને કારણે આ પર્યાય થઈ–એમ સંયોગને લીધે જે પર્યાય માને છે તેણે
વસ્તુના પરિણમન સ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના
સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે.
દ્રવ્યપણે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપે ન રહે, પલટાયા જ કરે–એવું
વસ્તુનું સ્વરૂપ છે.
આ ચાર બોલથી એમ સમજાવ્યું કે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ
કાર્યની કર્તા છે,–આ ચોક્કસ સિદ્ધાન્ત છે.
આ પુસ્તકનું પાનું પહેલાં આમ હતું ને પછી ફર્યું, ત્યા હાથ અડયો માટે
તે ફર્યું એમ નથી; પણ તે પાનાનાં રજકણોમાં જ એવો સ્વભાવ છે કે સદા
એકરૂપે તેની સ્થિતિ ન રહે, તેની હાલત બદલાયા જ કરે. તેથી તે સ્વયં પહેલી
અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે, બીજાને લીધે નહિ. વસ્તુમાં ભિન્ન
ભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈ–
એવો અજ્ઞાનીનો ભ્રમ છે કેમકે તે સંયોગને જ જુએ છે પણ વસ્તુના
સ્વભાવને દેખતો નથી. વસ્તુ પોતે પરિણમન સ્વભાવવાળી છે એટલે એક જ
પર્યાયરૂપે તે રહ્યા